________________
બધા અનાહારક જ હોય છે. (૩) કદાચિત એક આહારક અને એક અનાહારક હોય છે. (૪) કદાચિત્ એક આહારક હોય છે. ઘણા અનાહારક હોય છે (૫) કદાચિત્ ઘણું આહારક અને એક અનાહારક હોય છે. (૬) કદાચિત્ ઘણા આહારક અને ઘણા અનાહારક હોય છે. શેષ અર્થાત નારકેદે અને મનુષ્યોથી જે જુદા છે, તેમાં સમુચ્ચય જીવોને અને એકેન્દ્રિયોને છોડીને ત્રણ ભંગ મળે છે. તે આ પ્રકારે છે
(૧) બધા આહારક હોય છે. (૨) ઘણા આહારક હોય છે. એક અનાહારક હોય છે (૩) ઘણું આહારક અને ઘણ અનાહરક હોય છે. સમુચ્ચય જીવોમાં અને એકેન્દ્રિમાં બહત્વની અપેક્ષાથી શરીર પર્યાપ્તિથી અપર્યાપ્ત, ઈન્દ્રિય પર્યાપ્તિથી અપર્યાપ્ત અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી અપર્યાપ્તના વિષયમાં ઘણા આહારક અને ઘણા આનાહારક, આજ એક ભંગ કહેવો જોઈએ, કેમકે આ બને સદા ઘણી સંખ્યામાં મળે છે. ભાષા મનઃ પર્યાપ્તિથી અપર્યાપ્ત માં અને પંચેન્દ્રિય તિયામાં ત્રણ ભંગ કહેવા જોઈએ કેમ કે ભાષામના પર્યાપ્તિથી અપર્યાપ્ત એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય નથી હોતા, પણ પંચેન્દ્રિય જ હોય છે. જેમનામાં ભાષામન:પર્યાપ્તિને સંભવ હોય, તેજ તેની અપૂ. ર્ણતાની દશામાં તેનાથી અપર્યાપ્ત કહેવાય છે, જેમનામાં તે પર્યાતિની સંભાવના જ નથી તેમને તેનાથી અપર્યાપ્ત નથી કહી શકાતા એ કારણે અહીં ભાષામન:પર્યાપ્તિ-અપ
પ્તના વિષયમાં મહત્વની વિવક્ષામાં છે અને પંચેન્દ્રિય તિર્યોમાં ત્રણ ભંગ કહ્યા છે. કેમકે સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ સદેવ ઘણી સંખ્યામાં મળે છે. જ્યારે એક પણ પંચેન્દ્રિય તિર્યંચ વિગ્રહગતિ સમાપન નથી થતા. એ સમયે એ અવસ્થામાં બધા આહારક હોય છે. આ પ્રથમ ભંગ છે. જ્યારે એક વિગ્રહ મતિ રામાપન્ન થાય છે ત્યારે ઘણે આહારક અને એક અનાહારક, આ બીજો ભંગ છે. જ્યારે ઘણા જીવ વિગ્રહગતિ સમાપન થાય છે. ત્યારે ઘણા આહારક અને ઘણા અનાહારક, આ ત્રીજો ભંગ ઘટે છે,
એ પ્રકારે સમુરચય માં પણ સમજવું જોઈએ, પણ નારકે, દે અને મનુમાં ભાષા મન:પર્યાપ્તિ-અપર્યાપ્તિના વિષયમાં બહત્વની વિલક્ષામાં છ-છ ભંગ બને છે,
અહીં ભવ્ય પદથી શરૂ કરી એકત્વ અને બહુત્વની વિક્ષાથી પૃથકત્વરૂપમાં જીવ આદિ પચ્ચીસ દંડકના ક્રમથી ભેદનું કથન કર્યું નઘી, તેથી જ મંદ બુદ્ધિજનોને ભ્રમ નિવારણ કરવા માટે તે વિષયને ઉલ્લેખ કરતા કહે છે-બધાં પદોમાં એકત્વ અને પૃથકત્વની અપેક્ષાથી જીવાદિ પચ્ચીસ દંડક પ્રશ્નોત્તરે દ્વારા કહેવા જોઈએ, પણ બધી જગ્યાએ સમાન રૂપથી ન કહેવા જોઈએ, કિન્તુ વિશેષ રૂપથી કહેવા જોઈએ, એ કહે છે-જે દંડકમાં જે સંભવ હોય, તેમાં તેના વિષયનો પ્રશ્ન કરવો જોઈએ, પણ જે દંડકમાં જે ન મળી શકે, તેમાં તે વિષય સંબંધી પ્રશ્ન ન કરવો જોઈએ, કેટલે સુધી એમ કહેવું જોઈએ? એ જિજ્ઞાસાને શાન્ત કરવાને માટે અતિમ આલાપકની વક્તવ્યતાને ઉલેખ કરતા કહે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૫૪