________________
નામાં આભિનિબંધક જ્ઞાન અને શ્રુતજ્ઞાન મળે છે, જેમનામાં તેમને સદૂભાવ નથી હતો એવા એકેન્દ્રિયામાં ન કહેવા જોઈએ.
અવધિજ્ઞાની પંચેન્દ્રિયતિર્યંચ આહારક હોય છે, અનાહારક નથી હોતા. યદ્યપિ પંચેન્દ્રિય તિર્યંચ વિગ્રહગતિમાં અનાહારક હોય છે, પણ તે સમયે તેઓમાં અવધિજ્ઞાન નથી હોતું. પંચદ્રિય તિર્થ ચિને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન જ થઈ શકે છે. પણ વિગ્રહગતિની સાથે ગુણોનો અભાવ હોય છે, એ કારણે અવધિજ્ઞાનનો પણ અભાવ થાય છે. તેથી જ અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ અનાહારક નથી થઈ શક્તા. તેમના સિવાય બીજા સ્થાનમાં, એકેન્દ્રિય અને વિકલનિ સિવાય પ્રત્યેકમાં ત્રણ ભંગ કહેવા જોઈએ, તેજ આગળ કહે છે... પંચેન્દ્રિય તિયચેથી અતિરિક્ત સ્થાનમાં જીવથી લઈને ત્રણ ભંગ કહેવા જોઇએ, પણ તેમનામાં જ કહેવા જઇએ જેમનામાં અવધિજ્ઞાનીનું અસ્તિત્વ હોય છે, અન્ય એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિયોમાં ન કહેવા જઈએ એકત્વની વિવક્ષામાં પૂર્વવત જ સમજી લેવું જોઈએ. મન:પર્યવજ્ઞાન મનુષ્યમાં જ હોય છે, અતઃ તેમના વિશ્વમાં બે પદ કહે છે, મનઃ પર્યવજ્ઞાની જીવ અને મનુષ્ય એકત્વની અપેક્ષાથી પણ મને બહત્વની અપેક્ષાથી પણ આહારક જ હોય છે, અનાહારક નથી હોતા, કેમકે વિગ્રગતિ આદિ અવસ્થાઓમાં મન:પર્યવજ્ઞાન થતું નથી.
કેવલજ્ઞાનનું પ્રતિપાદન તેવું જ સમજવું જોઈએ જેવું ને સંજ્ઞી ને અસંજ્ઞીનું કરેલું છે. એ પ્રકારે કેવલજ્ઞાનની પ્રરૂપણામાં ત્રણ પદ સમજવાં જોઈએ, જય પદ મનુષ્ય પદ અને સિદ્ધ પદ, આ ત્રણેના સિવાય અન્ય કોઇમાં કેવલ જ્ઞાનને દૂભાવ નથી હિતે. તેમનામાંથી સમુચ્ચય જીવ પદ અને મનુષ્ય પદમાં એકત્વની અપેક્ષાથી કદાચિત આહારક કદાચિત અનાહારક હોય છે. આ જ એક ભંગ કહેવું જોઈએ. સિદ્ધપદમાં અને હારક જ કહેવા જોઈએ. બહુવની વિરક્ષાથી સમુચ્ચય જેમાં અનાહારક પણ હોય છે. આહારક પણ હોય છે, એમ કહેવું જોઈએ અને મનુષ્યોમાં પૂર્વોક્ત ત્રણ ભંગ કહેવો જોઈએ સિદ્ધોમાં અનાહારક જ હોય છે એમ કહેવું જોઈએ.
હવે અજ્ઞાનની અપેક્ષાથી આહારક અનાહારકનો વિચાર કરાય છે
અજ્ઞાનિયોમાં, મત્યજ્ઞાનિયો અને શ્રુતજ્ઞાનિયોમાં બહત્યની વિવક્ષાથી, છે અને એકેન્દ્રિય સિવાય અન્ય પદોમાં, પ્રત્યેકમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. સમુચ્ચો અને પૃથ્વી કાયિક આદિ પાંચ એકેન્દ્રિયોમાં “આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે એમ કહેવું જોઈએ. વિભંગ જ્ઞાનમાં એકત્વની અપેક્ષાથી પૂર્વવત્ જ સમજવું જોઈએ. મહત્વની ધિવક્ષામાં જે વિશેષતા છે તે આ પ્રકારે છે વિભાગજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ તેમજ મનુષ્ય આહારક હોય છે, અનાહારક નથી હોતા, કેમકે વિગ્રગતિમાં વિર્ભાગજ્ઞાન સહિત પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્યમાં ઉત્પત્તિ થવી અસંભવિત છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં ભિન સ્થાનમાં એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિય સિવાય જીવોથી લઈને પ્રત્યેક સ્થાનમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. (જ્ઞાન દ્વારા સમાપ્ત)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૫૦