________________
ટીકર્થ-હવે કર્મવેદનાની પ્રરૂપણા કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કર્મપ્રકૃતિ કેટલી કહેલી છે?
શ્રી ભગવાનડેગૌતમ! કર્મપ્રકૃતિ આઠ છે જેમ કે-જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, વેદનીય, મોહનીપ, નામ, ગોત્ર, આયુ અને અન્તરાય. આ આઠ પ્રકૃતિ નારકે, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિલેન્દ્રિ, તિર્યંચ પંચેન્દ્રિ મનુષ્યો. વનવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકેની પણ કહેલી છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મને બન્ધ કરતા જીવ કેટલી કર્મપ્રકૃતિનું વેદન કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મને બન્ધ કરી રહેલો જીવ નિયમથી આઠે પ્રકૃતિનું વેદન કરે છે,
સમુચ્ચય જીવના ઉલ્લખિત કથનના અનુસાર નૈરયિક, અસુરકુમાર આદિક ભવનપતિ પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાતવ્યન્તર જતિષ્ક અને વૈમાનિક પણ જ્ઞાનાવરણયકર્મના અન્ય કરતા થકા નિયમથી આઠ પ્રકૃતિનું વેદન કરે છે.
જેવું એક નારક આધિના સમ્બન્ધમાં કહેલું છે, એજ પ્રકારે ઘણા નારકે, ભવનપતિ આદિના વિષયમાં પણ કહી લેવું જોઈએ, અર્થાતુ ઘણા નારક આદિ પણ જ્ઞાનાવરણીયન બંધ કરતા થકા આઠે પ્રકૃતિનું વેદન કરે છે.
એજ પ્રકારે વેદનીયમ સિવાય શેષ બધાં-દર્શનાવરણીય, નામ, નેત્ર, આયુષ્ય અને અન્તરાયના સમ્બન્ધમાં પણ સમજી લેવું જોઈએ,
શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! જીવ વેદનીયકર્મને બંધ કરતાં કેટલી કર્મપ્રકૃતિનું વેદન કરે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! વેદનાયકમને બન્ધ કરી રહેલ જીવ સાતનું, આઠનું અથવા ચાર પ્રકૃતિનું વેદન કરે છે. અર્થાત ઉપશાંતહ અને ક્ષીણમેહનીય જીવ સાત પ્રકૃતિનું વેદન કરે છે, કેમકે તેમને મેહનીય કર્મનું દિન નથી થતું.
મિથ્યાષ્ટિથી લઈને સૂમસંપાય પર્યન્ત જીવ આઠે પ્રકૃતિના વેદક થાય છે અને સગી કેવલી ચાર પ્રકૃતિનું જ વેદન કરે છે. કેમ કે તેમને ચાર ઘાતિક કમેને ઉદય નથી થતા.
સમુચ્ચય જીવની સમાન મનુષ્યના વિષયમાં પણ એમજ કહેવું જોઇએ. અર્થાત્ મનુષ્ય વેદનીયકર્મને અન્ય કરતાં થકા સાત, આઠ, અથવા ચાર પ્રકૃતિનું વેદન કરે છે એમ કહ્યું છે.
સમુચ્ચય જીવ અને મનુષ્યના સિવાય બાકીના બધા નારક આદિ જીવ, એકત્વની વિવક્ષાથી પણ અને બહત્વની વિવક્ષાથી પણ વેદનયકર્મને અન્ય કરતાં થકા નિયમથી આઠ પ્રકૃતિનું વેદન કરે છે.
હવે બહત્વની વિવક્ષા કરીને શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે. હે ભગવન્! જીવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૭૯