________________
શેષ રહે છે તે તેને નિષેક કાલ છે અને તેને અનુભવોગ્ય સ્થિતિને કાળ પણ કહે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! દેવાનુપૂર્વ નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન – ગૌતમ! દેવાનું પૂર્વ નામકર્મની જઘન્ય સ્થિતિ પપમને અસંખ્યાતમે ભાગ એ છે એવા સાગરોપમ સહસ્ત્રના ૭ ભાગ પ્રમાણ છે અર્થાત્ હજારગણા છે. કારણ કે તેની ઉત્કૃષ્ટ રિથતિ દસ કોડાકોડી સાગરોપમની છે.
સહસ્ત્રગુણિતતા (હજાર વડે ગુણવા)નું સ્પષ્ટીકરણ દેવગતિ નામકર્મના પ્રસંગમાં કર્યા અનુસાર અહીં સમજી લેવું જોઈએ.
કહ્યું છે કે-પુરુષવેદ, હાસ્ય વેદનીય, રતિ દિનીય, ઉચ્ચ ગાત્ર, શુભ વિહાગતિ સ્થિર ષક અને દેવદ્ધિકને અબાધા કાળ એક હજાર વર્ષ છે અને બાકીનાને બે હજાર વર્ષને છે. દેવાનુ પૂર્વી નામકર્મને બંધ જઘન્ય રૂપે પણ અસંજ્ઞી પંચેન્દ્રિમાં મળી આવે છે. દેવાનુપૂવી નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કલાકેડી સાગરોપમની છે. તેને એક હજાર વર્ષનો અબાધાકાળ છે. તે અખાધાકાળ સિવાયની શેષ સ્થિતિ તેને નિષેક કાલ અર્થાત્ અનુભવયોગ્ય સ્થિતિનો કાળ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ઉત્કૃવાસ નામકર્મની સ્થિતિ કેટલા કાળની છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ! નિયંચાનુપૂર્વી નામકર્મની સ્થિતિ જેટલી કહી છે તેટલી ઉચ્છવાસ નામકર્મની સ્થિતિ સમજવી જોઈએ.
તાત્પર્ય એ છે કે ઉર છવાસ નામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમાં ભાગ ઓછા એવા સોગરોપમને ૩ ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરેપમની છે. તેને અબાધાકાળ બે હજાર વર્ષને છે તે અબાધાકાળ બાદ કર્યા પછીથી જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાળ છે. અથવા અનુભવોગ્ય સ્થિતિ કાલ છે.
આતપ નામકર્મની સ્થિતિ પણ એ પ્રમાણે છે એટલે કે ઉચ્છવાસ નામકર્મની સમાન છે, અર્થાત્ જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરેપમના જે ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમ પ્રમાણ છે. બે હજાર વર્ષનો તેનો અબાધાકાળ છે. અર્થાત્ બંધના સમયથી લઈને બે હજાર વર્ષ સુધી તે કર્મ પિતાના ઉદય દ્વારા જીવને કઈ બાધા પહોંચાડતું નથી. (કારણ કે તેનાં દળિયાનો નિષેક ઓ સમય દરમિયાન થતો નથી.) તે અબાધાકાળ બાદ કર્યા પછી જે સ્થિતિ બાકી રહે છે તે તેને નિષેક કાળ છે. અથવા અનુભવગ્ય સ્થિતિને કાળ છે,
ઉદ્યોત નામકર્મની પણ જઘન્ય સ્થિતિ સાગરોપમના હૈ ભાગ પ્રમાણ, તેમાંથી પલ્યોપમનો અસંખ્યતમ ભાગ ઓછી એટલી છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડીકેડી સાગરોપમની કહી છે. તેને અબાધા કાળ બે હજાર વર્ષ છે. તે અબાધાકાળને બાદ ક્ય પછી જે બાકી સ્થિતિ રહે તે તેને નિષેક કાલ અર્થાત્ અનુભવેગ્ય સ્થિતિને કણ છે.
શ્રીગૌતમસ્વામી- હે ભગવાન ! પ્રશસ્ત વિહાગતિ નામકર્મની સ્થિતિ કેટલા કાળની છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૩૧