________________
પૂર્વને ત્રીજો ભાગ અધિક ત્રણ પલ્યોપમની કહી છે. આ સ્થિતિ કરેડ પૂર્વના આયુષ્યવાળા અધિક તિર્યો અને મનુષ્યની અપેક્ષાથી જ સમજવી જોઈએ. તેમનાથી અતિરિક્ત અન્યમાં એટલું આયુષ્ય અને પૂર્વ કોટિના ત્રિભાગને અબાધાકાલ ઘટિત નથી થઈ શકત.
દેવાયુની સ્થિતિ નરકાયુ કમને સમાન જ છે, અર્થાત જધન્ય અન્તર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષની અને ઉતકૃષ્ટ કોડ પૂર્વને ત્રીજો ભાગ અધિક તેત્રીસ સાગરોપમની.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નરકગતિનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલેપમને અસંખ્યાતમ ભાગ ન્યૂન સહસ્ત્ર સાગરોપમના ૨ ભાગની કહી છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડાછેડી સાગરોપમની છે.
વસ સે વર્ષને તેને અબાધાકાલ છે. અબાધાકાલ બાદ કરવાથી જે સ્થિતિ શેષ રહે છે, તે તેનો નિષેક કાલ, અર્થાત્ અનુભવ એગ્ય સ્થિતિ કાલ છે.
તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં નરક ગતિનામકર્મબદ્ધ થાય તે બન્ધ સમયથી બે હજાર વર્ષ સુધી તે જીવને કેઈ બાધા નથી પોંચાડતા. કેમકે તે કાળમાં તેમના દલિકે નિષેક નથી થતો, બે હજાર વર્ષ વ્યતીત થઈ જતાં જ તેમના દલિકોને નિષેક થાય છે, તેથી જ અનુભવગ્ય સ્થિતિ બે હજાર વર્ષ જૂના વીસ કેડાછેડીની કહેલી છે.
તિર્યંચગતિ નામકર્મની સ્થિતિ નપુંસકવેદના સમાન છે. અર્થાત્ નપુંસક વેદની સ્થિતિ જેમ પપમને અસંખ્યાત ભાગ ન્યૂન સાગરોપમના ૩ ભાગની, ઉત્કૃષ્ટ કમ
ક્ષનાવસ્યાનરૂપ સ્થિતિ વીસ કડાકેડી સાગરોપમની કહી છે, વીસ સે વર્ષને અબાધાકાળ કહેલ છે અને વીસ સો વર્ષ જૂન વીસ કોડાકોડી સાગરોપમને કર્મનિષેક કાલ કહ્યા છે તે બધું અડીં સમજી લેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! મનુષ્યગતિનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય પાપમને અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરેપમનો ૧ ભાગ અને ઉત્કૃષ્ટ પંદર સો કડાકડી સાગરોપમની સ્થિતિ છે. આ કર્મરૂપતાવસ્થાન રૂપ સ્થિતિ છે. અનુભવ એગ્ય સ્થિતિ પંદર સો વર્ષ જૂના પંદર કેડીકેડી સાગરોપમની છે. કેમકે તેને અખાધાકાલ પંદર સો વર્ષને છે. અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું મનુષ્યગતિનામકર્મ બદ્ધ બને તે પોતાના બન્ધકાલથી લઈને પંદરસો વર્ષ સુધી તે જીવને કઈ બાધા નથી પહોંચાડતા. કેમકે તે કાળમાં તેમના દલિકને નિષેક થતું નથી. પંદર સે વર્ષ પછી જ નિષેક થાય છે. તે કારણથી મનુષ્યગતિ નામકર્મની અનુભવ એગ્ય સ્થિતિ પંદર કડાકડી સાગરોપમની કહેલી છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૦૮