________________
જે કર્મના ઉદયથી વૈભવ હોવા છતાં પણ ગુરુપાત્રના હોવા છતાં પણ અને એ જાણતા છતાં પણ કે એને દાન દેવામાં મહાફળની પ્રાપ્તિ થશે, દાન દેવાને માટે ઉઘતા નથી થવાતું, તે દાનાન્તરાયકર્મ કહેવાય છે.
જે કર્મના ઉદયથી દાનગુણમાં પ્રસિદ્ધ દાતાથી, ઘરમાં દેય વસ્તુ વિદ્યમાન હવા છતાં પણ, યાચનામાં કુશલ તેમજ ગુણવાન યાચક પણ તેને પ્રાપ્ત ન કરી શકે, તે કર્મ લાભાન્તરાય કહેવાય છે.
જે કર્મના ઉદયથી વિશિષ્ટ આહાર આદિ વિદ્યમાન હોવા છતાં પણ અને પ્રત્યાખ્યાન પરિણામ અગર વિરાગ્ય ન હોવા છતાં પણ કેવલ કુપણુતાના કારણે ભેગ ન કરી શકે, તેને ભેગાન્તરાય કર્મ કહે છે.
એ જ પ્રકારે ઉપગાન્તરાયકર્મ પણ સમજી લેવું જોઈએ એ ભેગ અને ઉપગમાં તફાવત એ છે કે જે વસ્તુ એકવાર જ ભેગવાય, તે ભેગ કહેવાય છે. જેમ આહાર, પુષ્પમાલા વગેરે.
જે વસ્તુ વારંવાર લેગવી શકાય તેને ઉપલેગ કહે છે, જેમ કે વસ્ત્ર, આભૂષણ વગેરે,
કહ્યું પણ છે-જે એક જ વાર ભગવાય તે ભાગ છે, જેમ પુષ્પ વગેરે. જે વસ્ત્ર તેમજ વનિતા આદિ વસ્તુઓ વારંવાર ભેગવાય છે, તેમને ઉંપભેગ કહે છે.
એજ પ્રકારે જેના ઉદયથી નીરોગ શરીર હોવા છતાં અને યુવાવસ્થા હોવા છતાં જીવ અપપ્રાણ અર્થાત દુર્બલ થાય અથવા બળવાન શરીરવાળા હોવા છતાં પણ અને કાર્યલાભ સાધ્ય હોવા છતાં પણ કાર્યમાં દુર્બળતાને કારણે પ્રવૃત્તિ ન કરી શકે, તે બીર્યાન્તરાયકર્મ છે. એ સૂત્ર ૮.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫