________________
શ્રીભગવાન-હે ગૌતમ! ગતિ નામકર્મ ચાર પ્રકારનાં કહ્યાં છે, તે આ પ્રકારે-(૧) નરકગતિ નામકર્મ (૨) તિર્યંચ ગતિ નામકર્મ (૩) મનુષ્ય ગતિ નામકર્મ અને (૪) દેવગતિ નામકર્મ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્જાતિનામકર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે?
શ્રીભગવાન હે ગૌતમ ! જાતિનામકર્મ પાંચ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે (૧) એકેન્દ્રિય જાતિ નામ (૨) હીન્દ્રિય જાતિ નામ (૩) ત્રીન્દ્રિય જાતિ નામ (૪) ચતુરિદ્રિય જાતિ નામ અને (૫) પંચેન્દ્રિય જાતિનામ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શરીરનામકર્મના કેટલા ભેટ કહેલા છે?
શ્રી ભગવા—-હે ગૌતમ! શરીર નામ કર્મના પાંચ ભેદ છે, તે આ પ્રકારે-(૧) દારિક શરીર નામ (૨) વેકિય શરીર નામ (૩) આહારક શરીરનામ (૪) તૈજસશરીર નામ અને (૫) કામણ શરીર નામ,
તેમનામાં થી જેના ઉદયથી ઔદારિક શરીરને એગ્ય પુદ્ગલેને ગ્રાહ્ય કરીને દાન રિક શરીરના રૂપમાં પરિણમે છે, અને પરિણમીને જીવપ્રદેશની સાથે સેળભેળ થાય છે. તે ઔદારિક શરીરનામકર્મ કહેવાય છે. એ જ પ્રકારે અન્ય શરીર નામકર્મોના પણ સ્વરૂપ સમજી લેવાં જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! શરીર પાંગ નામકર્મના કેટલા ભેદ કહ્યા છે
શ્રીભગવા–હે ગૌતમ! શરીરોપાંગ નામકર્મના ત્રણ ભેદ કહેલા છે-ઔદારિક શરીશું. ગોપાંગ. વૈક્રિય શરીરોગોપાંગ અને આહારક શરીરોગોપાંગ. જેમના ઉદયથી ઔદારિક શરીર રૂપથી પરિણત પુદ્ગલમાં અંગોપાંગના વિભાગ ઉત્પન્ન થાય છે, તે ઔદારિક શરીરાંગેપાંગ પણ કહેવાય છે. એ જ પ્રકારે વૅક્રિયાને પાંગ તેમ જ આહારક શરીરને પાંગ પણ સમજવાં જોઈએ. તેજસ અને કર્મણ શરીર જીવના પ્રદેશના અનુસાર હોય છે, તેથી તેમનામાં અંગે પગને સંભવ નથી દેતે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શરીર બન્ધન નામકમ કેટલા પ્રકારના કહેલાં છે? શ્રી ભગવાન–હે ગૌતમ! શરીર બધુન નામકર્મ પાંચ પ્રકારનાં છે. તે આ પ્રકારે
(૧) ઔદ્યારિક શરીર બન્ધન નામ (૨) વૈક્રિય શરીર બન્ધન નામ (૩) આહારક શરીર બન્ધન નામ (૪) તૈજસ શરીર ખબ્ધન નામ અને (૫) કામણ શરીર બંધન નામ.
જે કર્મના ઉદયથી પહેલાં ગ્રહણ કરેલાં અને વર્તમાનમાં ગ્રહણ કરાઈ રહેલાં ઔદારિક શરીરના પુદ્ગલેને પરસ્પર સમ્બન્ધ હોય છે તથા તૈજસ આદિ પુદ્ગલેની સાથે પણ સમ્બન્ધ થાય છે, તે ઔદારિક શરીર બંધન નામકર્મ કહેવાય છે. જે કર્મોના ઉદયથી પૂર્વ ગૃહીત અને વર્તમાનમાં ગ્રહણ કરાતા વક્રિય પુદ્ગલેના પરપરમાં તથા તેજસ અને કાર્મણ શરીરના સાથે સમ્બન્ધ થાય છે, તે પેકિં શરીર બન્ધન નામકર્મ છે. જે કર્મના ઉદયથી પૂર્વ ગ્રહીત અને વર્તમાનમાં ગ્રહણ કરાતા આહારક શરીરના પુદગલેના આપસમાં તથા તેજસ તેમજ કામણ શરીરની સાથે સમ્બન્ધ થાય છે. તે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૯૧