________________
જે નાક નથી તે નરકમાં ઉત્પન્ન નથી થતા અને જે નારક છે તે નરકથી છૂટકારો નથી મેળવી શકતા. પરા
નારકાની સમાન જ અસુરકુમાર આદિ ભવનપતિયા, પૃથ્વિીકાયિક આદિ એકેન્દ્રિયા, વિલેન્દ્રિયા, તિય ઇંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાનપુત્ત્તા, જાતિકે મને વૈમાનિકોના વિષયમાં પશુ સમજી લેવુ જોઈએ. એ પ્રકારે અસુરકુમાર જ અસુરકુમારામાં ઉત્પન્ન થાય છે યાવત્ વૈમાનિક જ વૈમાનિકમાં ઉત્પન થાય છે. જે અસુરકુમાર નથી તે અસુરકુમારામાં ઉત્પન્ન નથી થતા અને જે વૈમાનિક નથી તે વૈમાનિકમાં ઉત્પન્ન નથી થતા. યુક્તિ આ વિષયમાં તેજ સમજી લેવી જોઈએ જે પહેલા કહી દિધેલી છે આ કથનથી ભાગળના પ્રશ્નનું પણ સમાધાન થઈ જાય છે. અર્થાત્ જીવ જ્યારે નારક નથી રહેતે ત્યારે તે નારક ભવથી મુક્ત થાય છે, જ્યાં સુધી નારક છે ત્યાં સુધી નરકભવથી મુક્ત નથી થતા. એ અભિપ્રાયથી એમ કહ્યુ` છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારજીવ નરભવથી ઉદ્ભવન કરે છે અર્થાત્ નિકળે છે અથવા જે અનારક અર્થાત્ નારકથી ભિન્ન છે નરકથી ઉન કરે છે ?
શ્રી ભગવાન હૈ ગૌતમ ! અનારકજીવ નારકભવથી ઉન કરે છે, નારક નારકભવથી ઉદ્ભવૃત્ત નથી થતા તાત્પય એ છે કે જ્યાં સુધી કાઈ જીવને નરકાયુના ઉત્ક્રય થાય છે ત્યાં સુધી તે નારક કહેવાય છે અને જ્યારે નરકાયુના ઉદય નથી રહેતા ત્યારે તે અનારક (નારક ભિન્ન) કહેવાવા લાગે છે, જ્યાં સુધી નરકાયુના ઉય છે ત્યાં સુધી કાઈ જીવ નરમાંથી નિકળતા નથી. એ કારણે એમ કહેવુ છે કે નારક નરકથી નથી નિકળતા, પશુ તેજ જીત્ર નરકથી નિકળે છે જે અનારક છે અર્થાત્ જેના નરકાયુના ઉદય રહી ગએલ હાય આ જ થન અસુરકુમાર આદિ ભવનવાસિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિયા, તિય ચ પચેન્દ્રિય, મનુષ્યા, વાનભ્યન્તરા, જ્યાતિષ્કા અને વૈમાનિકના વિષયમાં પણ લાગુ થાય છે. અર્થાત્ જીવ જ્યાં સુધી ભવનવાસી છે અર્થાત્ ભવનવાસી દેવાયુના ઉદયી યુક્ત છે. ત્યાં સુધી તે ભવનવાસી ભત્રથી મુક્ત નથી થઈ શકતા, જ્યારે ભવનવાસીના આયુષ્યને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૫૯