________________
મહાનઋદ્ધિના ધારક ભવનવાસી દેવામાં જ તેજલેશ્યા મળે અને આવા મહર્થિક દેવ ઓછા જ હોય છે, તેજલેશ્યાવાળા ભવનવાસી દેવની અપેક્ષાએ તેજલેશ્યાવાળી ભવનવાસિની દેવિ સંખ્યાતગણી છે, કેમકે પ્રત્યેક નિકાયમાં દેવેની અપેક્ષાએ વિયે બત્રીસગણું અને બત્રીસ અધિક હોય છે. તેમની અપેક્ષાએ કાપતલેશ્યાવાળા ભવનવાસ અસંખ્યાતગણ અધિક હોય છે. કાતિલેશ્યાવાળાઓની અપેક્ષાએ નીલલેક્ષવાળા ભવનવાસી દેવ વિશેષાધિક છે. નલલેક્ષાવાળાથી કૃષ્ણલેશ્યાવાળા ભવનવાસી દેવ વિશેષાધિક છે. કુષ્ણુલેશ્યાવાળા ભવનવાસી દેવેની અપેક્ષાએ કાતિલેશ્યાવાળી ભવનવાસિની દેવિયે સંખ્યાતગણી અધિક છે. તેમની અપેક્ષાએ નીલલેશ્યાવાળી ભવનવાસિની દેવિયે વિશેષાધિક છે. એમની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળી ભવનવાસિની દેવિ વિશેષાધિક છે.
ભવનપતિના અ૫બહુવની સમાન વાનવ્યન્તર દેવેના ત્રણ પ્રકાર અર્થાત વાનવન્તર દેવના, તેમની દેવિયેના તથા દેવ અને દેવિયેના અલ૫બહત્વ ચારે લેશ્યાઓના સમ્બન્ધમાં સમજી લેવાં જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આ તેજલેશ્યાવાળા જતિષ્ક દે અને દેવિયોમાં કોણ તેનાથી અ૫, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! તેલેશ્યાવાળા તિષ્ક દેવ બધાથી ઓછા છે, તે જેલેશ્યાવાળી તિષ્ક દેવિયે તેમનાથી સંખ્યાતગણી છે.
તિષ્ક દેના સમ્બન્ધમાં અહીં એક અલ૫મહત્વનું જ પ્રતિપાદન કરાયેલું છે, કેમકે આ નિકાયમાં એક માત્ર તેજલેશ્યા જ હોય છે, કેઈ અન્ય વેશ્યા નથી હોતી. એ કારણથી દેવ અને દેવિયેનું પૃથક પૃથક અલ્પબદુત્વ પણ નથી કહેવાયું.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! તેજેશ્યા, પલેશ્યા અને લલેશ્યાવાળા માનિક દેવેમાં કેણ તેનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! શુલલેશ્યાવાળા વૈમાનિકદેવ બધાથી ઓછા છે, કેમકે લાન્તક આદિ દેવામાં જ શુકલેશ્યા બને છે અને તે ઉત્કૃષ્ટ પણ શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા પ્રદેશની રાશિના બરાબર હોય છે. તેમની અપેક્ષાએ પલેશ્યાવાળા વૈમાનિદેવ અસંખ્યાતગણું હોય છે, કેમકે સનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલેક નામક કલ્પના બધા દેવામાં પડ્યૂલેશ્યા મળી આવે છે. પાલેશ્યાવાળા દેવેની અપેક્ષાએ તેજલેશ્યાવાળા વિમાનિક દેવ અસંખ્યાતગણ છે. કેમકે સૌધર્મ અને ઈશાન દેવકના દેવામાં તેજલેશ્યા હોય છે અને એ કારણે તેઓ અસંખ્યાતગણુ છે. વૈમાનિક દેવિ સૌધર્મ અને ઈશાન કપમાં જ હોય છે, તેમાં એક તેજોલેશ્યા જ મળી આવે છે, બીજી કઈ લેશ્યા નથી હતી, તેથી જ તવિષયક અલ્પબહુત નથી કહ્યું,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૪૯