________________
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! યદિ અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયના વિકિયશરીર હોય છે તે શું પર્યાપ્તક અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિના વૈક્રિપશરીર હોય છે અથવા અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયન ક્રિયશરીર હોય છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયના પણ વૈક્રિયશરીર હોય છે અને અપર્યાપ્ત અયુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયના પણ વૈક્રિયશરીર હોય છે. એ જ પ્રકારે સ્વનિતકુમાર સુધી બે બે ભેદ કહી દેવા જોઈએ, અર્થાત્
અસુરકુમારની જેમ નાગકુમારો, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યકુમારે, ઉદધિકુમારે, દ્વિીપકુમાર, દિશાકુમાર, પવનકુમારો અને સ્વનિતકુમારોના પણ પર્યાપ્તકો અને અપર્યાપ્તકના વક્રિયશરીર હોય છે.
એજ પ્રકારે યક્ષ, રાક્ષસ, કિન્નર, ક્રિપુરૂષ, ભૂત, પિશાચ, ગન્ધર્વ અને મહારગ નામનાં આઠ પ્રકારના વ્યક્તરોના પર્યાપ્ત અને અપર્યાપ્ત બન્નેના ચન્દ્ર, સૂર્યગ્રહ, નક્ષત્ર તારાનામક પાંચ પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્ત તિષ્ક દેવોના પણ ક્રિયશરીર સમજવા જોઈએ. વિમાનિક દેવ બે પ્રકારના હોય છે-કલ્પપપન અને કલ્પાતીત તેમાંથી ક૫૫ન્ન બાર પ્રકારના કહ્યા છે. જેમકે, સૈધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાણત, આરણ, અષ્ણુત, તેમના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે-બે ભેદ હોય છે અને તે બન્નેના વૈક્રિયશરીર હોય છે. કપાતીત વૈમાનિક દેવ બે પ્રકારના હોય છે–વેયક અને અનુત્તરૌપપાતિક તેમાં પ્રવેયક દેવાના નવ ભેદ છે-ઉપરિતનત્રિક, મધ્યમત્રિક અને અધસ્તનત્રિકના ભેદથી બધા મળીને નવ છે. અનુત્તરે પાતિક દેવ પાંચ પ્રકારના છે-વિજય, જયન્ત, યન્ત, અપરાજિત અને સર્વાઈસિદ્ધ તે બધાના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદે કરીને બે-બે પ્રકાર કહેવા જોઈએ અને તે બધાના ઐક્રિયશરીર હોય છે. સૂર કા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૪૨