SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન વ્યવહારનયથી જઘન્ય કહેવાય છે. એ જ પ્રકારે આત્મામાં પણ જઘન્ય એક ગુચ અધિક, બે ગુણ અવિક વેશ્યા દ્રવ્ય રૂપ ઉપાધિના કારણે અસંખ્ય પ્રકારના પરિણામ થાય છે. વ્યવહારનયની દ્રષ્ટિથી તેઓ બધા જઘન્ય કહેવાય છે, કેમકે તેઓ અ૯પગુણવાળા હોય છે અને તેમના કારણભૂત દ્રવ્યના સ્થાન પણ જઘન્ય કહેવાય છે. એજ પ્રકારે અસંખ્યાત ઉકૃષ્ટ સ્થાન પણ સમજી લેવાં જોઈએ. આ અભિપ્રાયથી કહ્યું છેઆજ પ્રકારે અર્થાત્ કૃષ્ણલેશ્વાની જેમ નીલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુકલેશ્યાના સ્થાન પણ અસંખ્યાત હોય છે, કેમકે પ્રત્યેકના જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદથી સ્વાસ્થાનમાં પરિણામોની ત૨તમતા હોય છે. હવે પહેલા કહેલ કૃષ્ણ આદિ વેશ્યાઓના સ્થાનેનું અલ્પબડુત્વ પ્રદશિત કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! આ જઘન્ય કૃણ, નીલ, કાપેલ, તેજ, પદ્મ અને શુકલેશ્યાઓમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાએ તથા દ્રવ્ય તેમજ પ્રદેશની અપેક્ષાએ કણ કેનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન – ગૌતમ ! બધાથી ઓછા જઘન્ય કાપતલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાથી છે, તેમની અપેક્ષાએ નીલલેશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણુ છે. તેમની અપેક્ષાએ કૃણલેશ્યાને જઘન્ય સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણી છે. તેમનાથી તેજલેયાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણ છે. તેમની અપેક્ષાથી પણ પદ્મશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. તેમનાથી શુકલ લેશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. બધાથી ઓછા કાપતલેશ્યાના સ્થાન પ્રદેશોની અપેક્ષાથી થાય છે. તેનાથી નીલલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષા અસંખ્યાતગણી છે. તેમનાથી કૃષ્ણલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષા અસંખ્યાતગણુ છે. તેમનાથી તેજસ્થાન જઘન્ય સ્થાન પદ્મલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષાથી અસંખ્યાતગણી છે તેનાથી પ્રદેશની અપેક્ષા અસંખ્યાતગણી છે. તેમનાથી શુકલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષા અસંખ્યાતગણ છે. દ્રવ્ય તેમજ પ્રદેશોની અપેક્ષાએ બધાથી એ છા જઘન્ય કાપતલેશ્યાના સ્થાન છે. તેમની અપેક્ષાએ નીલેશ્યાને જઘન્ય સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણ છે, એજ પ્રકારે નીલલેશ્યાની જેમ દ્રવ્યથી કૃષ્ણલેશ્યાના સ્થાન તેજલેશ્યાના સ્થાન અને પદ્મશ્યાના સ્થાન ઉત્તરોત્તર અસંખ્યાતગણું હોય છે. તેમનાથી શુકલેશ્યાના સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણ છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૦૧
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy