________________
અને અસત્યમૃષા એ પ્રકારે ચાર પ્રકારની ભાષાની પર્યાપ્તિથી પર્યાપ્ત છની ભાષાને વિભાગ પ્રદર્શિત કરવા માટે કહે છે
શ્રી ગૌતમસ્વામી-ભાષાના સમ્બન્ધ માં પોતાને અભિપ્રાય પ્રગટ કરતા કહે છે– ભગવદ્ ! હું માનું છું કે ભાષા અવધારિણી છે, અર્થાત્ ભાષા દ્વારા પદાર્થનું અવધારણ થાય છે અથવા ભાષા અવબેધનું કારણ છે. જે ભાષી જાય અગર બેલી શકાય તે ભાષા (બેલી) ભાષાને ગ્ય દ્રવ્યનું ગ્રહણ કરીને તેને ભાષાના રૂપમાં પરિણત કરીને ત્યાગ કરાતા દ્રવ્ય સમૂહને ભાષા કહે છે. તાત્પર્ય એ છે કે હું એમ માનું છું અને કંઈ પણ વિચાર કર્યા સિવાય નહિ. પણ યુક્તિ દ્વારા એ વિચાર કરું છું કે ભાષા અવધારિણી છે.
એ રીતે ભગવાનની સમક્ષ પિતાને અભિપ્રાય પ્રગટ કરીને તેની સત્યતાને નિશ્ચય કરવા માટે ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે - હે ભગવન ! શું હું એમ માનું કે ભાષા અવધારિણું છે? શું હું એવું ચિન્તન કરૂં કે ભાષા અવધારણું છે? અર્થાત્ શું મારૂં એ પ્રકારનું માનવું અને વિચાવું નિર્દોષ છે? હે ભગવાન્ ! હું પહેલા એવું માનતે અને વિચારતે હતું કે ભાષા અવધારિણી છે. એજ પ્રકારે અત્યારે પણ માનું છું અને વિચાર કરૂં છું કે ભાષા અવધારિણી છે? તાત્પર્ય એ છે કે મારા આ સમયના અને પૂર્વકાલિક મનનમાં કેઈ અન્તર નથી. તથા જે પ્રકારે પહેલા યુક્તિપૂર્વક વિચારતે હતું કે ભાષા અવધારિણી છે, તેમજ અત્યારે પણ વિચારું છું આ રીતે મારા પૂર્વકાળના તેમજ વર્તમાન કાળના ચિન્તનમાં કઈ અંતર નથી. હે ભગવન ! શું મારું આ મનન અને ચિન્તન યોગ્ય છે?
શ્રી ભગવાન કહે છે-હા ગૌતમ! તમારૂ મનન ચિતન સત્ય છે. તમે માનો છો કે ભાષા અવદ્યારિણી છે, એ વાત હું કેવળજ્ઞાનથી જાણું છું. તમે વિચારે છે કે ભાષા અવધારિણી છે. એ હું પણ મારા કેવલજ્ઞાનથી જાણું છું,
પ્રાકૃત ભાષાની શૈલીને કારણે તેમજ આર્ષ પ્રયોગ હોવાથી “મહાનિ ઈત્યાદિ ક્રિયા પદ મધ્યમ પુરૂષમા “તમે એ અર્થમા પણ પ્રયુક્ત થાય છે, તેથી પૂર્વ વાક્યના અર્થનું સમર્થન કરતા ભગવાન કહે છે એના પછી પણ તમે માને કે ભાષા અવધારિણી છે, તમે નિસંદેહ થઈ ને ચિન્તન કરો કે ભાષા અવધારિણી છે, હું પણ કેવળજ્ઞાન દ્વારા એવું જ જાણું છું આ જાણવું અને વિચારવું અત્યન્ત સમીચીન અને નિર્દોષ છે. તેથી જ તમે પૂર્વવત જ સારી રીતે માને અને વિચારે કે ભાષા અવધારિણી છે. તેમાં જરા પણ શંકા ન નરે,
આ કથનથી એ નિશ્ચિત થઈ ગયું કે ભાષા અવધારિણી છે અર્થાત અવબોધનું બીજ છે અર્થને નિશ્ચય કરવાનું કારણ છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અવધા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩