________________
શ્રી ભગવાન–હે ગતમ! પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ કઈ નારક ચરમ થાય છે કેઈ અચરમ થાય છે, સ્પષ્ટીકરણ ગતિ ચરમના સદશ જ સમજી લેવું જોઈએ અને નિરન્તર વૈમાનિકે સુધી ચોવીસે દંડકોને લઈને એ પ્રમાણે પ્રરૂપણા કરવી જોઈએ અર્થાત્ જેમ નારક જીવ વર્ણ ચરમની અપેક્ષાએ ચરમ પણ છે અને અચરમ પણ છે, એ જ પ્રકારે ભવનપતિ, પૃથ્વીકાયિક, આદિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ મનુષ્ય, વાનવ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવ પણ વર્ણ ચરમની અપેક્ષાએ કઈ ચરમ અને કેઈ અચરમ હોય છે. બહુવચનને લઈને એજ પ્રશ્ન ઉપસ્થિત કરાય છે–
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શું ઘણું નારક જીવ વર્ણ ચરમથી ચરમ છે અથવા અચરમ છે?
શ્રી ભગવાન હે ગૌતમ! ચરમ પણ હોય છે, અચરમ પણ હોય છે. અર્થાત્ કઈ નારક વર્ણ પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ ચરમ છે. કોઈ અચરમ છે. વૈમાનિકે સુધી એ જ પ્રકારે કહેવું જોઈએ. અર્થાત્ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય વિકલેન્દ્રિય પંચેન્દ્રિયતિર્યંચ, મનુષ્ય, વાતવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક પણ નારકેની સમાન વર્ણ ચરમ હોય છે કેઈ વર્ણ અચરમ પણ હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારક જીવ ગન્ધ પર્યાય રૂપ ચરમથી શું અચરમ હોય છે અગર ચરમ હોય છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! કોઈ નારક ચરમ ગન્ધ પર્યાયની અપેક્ષાએ ચરમ હોય છે. કેઈ અચરમ હોય છે. વ્યાખ્યા ગતિ ચરમ આદિની જેમ સમજી લેવી જોઈએ. એજ પ્રકારે નિરન્તર વૈમાનિકે સુધી કહેવું જોઈએ. અર્થાત્ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલૅન્દ્રિય, પંચેન્દ્રિયતિયચ, મનુષ્ય, વાનવન્તર, તિષ્ક અને વિમાનિક એ ચોવીસે દંડકેના વિષયમાં નારકની જેમજ ગબ્ધ અચરમનું કથન કરવું જોઈએ,
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! ઘણુ નારક જીવ શું ગન્ધ ચરમથી ચરમ થાય છે અથવા અચરમ થાય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ! કઈ ચરમ પણ થાય છે, કેઈ અચરમ પણ થાય છે. એજ પ્રકારે ચોવીસે દંડકેને લઈને ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્રિ પંચેન્દ્રિય તિર્યો, મનુષ્ય, વાતવ્યન્તર, તિષ્ક અને વૈમાનિકેન વિષયમાં પણ સમજવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવદ્ ! એક નારક રસ પર્યાય રૂ૫ ચરમની અપેક્ષાએ ચરમ થાય છે અગર અચરમ થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! રસ ચરમની અપેક્ષાએ કઈ નારક ચરમ થાય છે અને કોઈ અચરમ થાય છે, યુતિ પહેલાની સમાન સમજવી જોઈએ. નારકના સમાન વૈમાનિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩