SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવાન્ હે ગૌતમ! રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર,માડમ્બિક, કૌટુમ્બિક, ઈલ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, અથવા સાવાહના આશ્રય લઇને ગમન કરવુ તે ઉપસ ધમાન ગતિ છે. રાજા ભૂપતિને કહે છે. જે રાજ્યની વ્યવસ્થા કરે અને જેને રાજ્યાભિષેક થવાના હાય તે યુવરાજ કહેવાય છે. જે વિશિષ્ટ ઐશ્વર્યાંથી સપન્ન હાય તે શ્વિર. રાજાએ સતે।ષ માનીને જેને પટ્ટ બન્ધ પ્રદાન કર્યાં હ્રાય તે તલવર કહેવાય છે. જે એક વિશિષ્ટ રાજપુરૂષ હાય છે, જે મડમ્બ નામક વસ્તીના સ્વામી હાય તે સડસ્મિક. હુજ મોટા કુટુમ્બના વડીલ તે કૌટુમ્બિક કહેવાય છે. માટો ધનાઢય પુરૂષ ઇભ્ય (ઈભ અર્થાત્ હાથીને ચેાગ્ય) શ્રી છે દેવતા જેની તે શ્રેષ્ઠી કહેવાય છે, તથા જેના મુગટ સુવર્ણમય પટ્ટથી અલકૃત હાય છે. તે શ્રેષ્ડી કહેવાય છે. રાજાની ચતુર ગણી સેનાના અધિપતિ સેનાપતિ કહેવાય છે. સમૂહના નેતાને સાવાહ કહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અનુપમ પદ્મમાનગતિ કાને કહ્યું છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! પૂર્વોક્ત રાજા વિગેરેના આશ્રય લિધા સિવાય જે ગતિ કરાય છે, તે અનુપમ પદ્યમાન ગતિ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પુદ્ગલ ગતિ ાને કહે છે? ચાર શ્રી ભગવાન-હે ગૌતમ ! પરમાણુપુર્દૂગલની યાત્ દ્વિપ્રદેશી. ત્રિપ્રદેશી, પ્રદેશી, પાંચ પ્રદેશી, છ પ્રદેશી, સાત પ્રદેશી. આઠ પ્રદેશી, નવ પ્રદેશી, દશ પ્રદેશી, સંખ્યાત પ્રદેશી, અસખ્યાત પ્રદેશી અથવા અનન્ત પ્રદેશી સ્કન્ધાની જે ગતિ થાય છે, તે પુદ્ગલગતિ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મ’ડ્રગતિ શું છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! દેડકા દી-કૂદીને જે ચાલે છે. તે મંડૂકગતિ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી-તાવગતિ કાને કહે છે? શ્રી ભગવાન્નાવ દ્વારા પુર્વ ચૈતાલીથી અથવા દક્ષિણ વૈતાલીથી પશ્ચિમ વેતાલી તટ સુધી જળ માર્ગેથી જવુ તે નાવાગતિ છે. શ્રી ગૌતમસ્વામી-ભગવન્! નય ગતિ કાને કહે છે ? શ્રી ભગવાન ગૌતમ ! નેગમ, સંગ્રહ, વ્યવહાર ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવ ભૂત નયાની જે ગતિ હાય છે તે નયગતિ અથવા જેને બધા નય માને છેતે નયતિ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! છાયાગતિ શું છે ? શ્રી ભગવાન્-હે ગૌતમ ! ધે!ડાની છાયાના હાથીની છાયાનેા મનુષ્યની છાયાના કિન્નરની છાયાના, મહેરગની છાયાને, અન્યનો છયાને, વૃષભની છાયાના, રથની છાયાના, છત્રનીછાયાના, આશ્રય કરીને થનારીગતિ છાયાગતિ કહેવાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૩૫
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy