________________
આકાર કહ્યો છે. અહીં ચન્દ્રને અર્થ છે ફૂલ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જિહા ઈન્દ્રિયના વિષયમાં પૃચ્છા ? અર્થાત્ રસનેન્દ્રિયને કેવો આકાર છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જિહાઈન્દ્રિય ખુરપા–દવાનું સાધન કેદાળીના આકારની છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સ્પર્શેન્દ્રિય વિષયક પૃચ્છા? શ્રી ભગવાન –હે ગૌતમ! સ્પર્શેન્દ્રિય નાના પ્રકારના આકારની છે.
હવે બીજા બાહ્ય દ્વારની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શ્રેગેન્દ્રિય બાહલ્ય અર્થાત્ સ્થૂલતાની દષ્ટિએ કેટલી કહેલ છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! શ્રેત્રેન્દ્રિયનું બાહુલ્ય આંગલના અસંખ્યાતમા ભાગ જેટલું કહેલ છે. એ જ પ્રકારે, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનું બાહલ્ય સમજવું જોઈએ.
કહ્યું પણ છે-“બાહલ્યની અપેક્ષાએ બધી ઈન્દ્રિયે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણવાળી છે.”
પ્રશ્ન થાય છે કે-જે સ્પશેન્દ્રિયનું બાહલ્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે તે ખડૂગ, અસ્ત્રો વિગેરેને આઘાત લાગવાથી શરીરની અંદર વેદનાને અનુભવ કેમ થાય છે?
એ પ્રશ્નનું સમાધાન એ છે કે સ્પર્શેન્દ્રિય શીત આદિ સ્પર્શોને જાણે છે, જેમ આંખ રૂપને અને ઘણુ ગંધને જ ગ્રહણ કરે છે. જ્યારે ખગ કે છરીને આઘાત લાગે છે તે શરીરમાં શીત સ્પર્શ આદિનું વદન થતું નથી, પણ દુઃખનું વદન થાય છે. આત્મા દુઃખની એ વેદનાને સંપૂર્ણ શરીરમાં અનુભવ કરે છે કેવળ સ્પર્શેન્દ્રિયથી નહીં, જેમ જવર આદિનું વેદન સંપૂર્ણ શરીરમાં થાય છે. તેથી ઉક્ત કથનમાં કઈ દોષ નથી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શ્રેગેન્દ્રિય કેટલી પૃથુ અર્થાત વિશાલ કહેલી છે?
શ્રી ભગવાન્ ––ગૌતમ ! શ્રેગ્નેન્દ્રિય અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી વિશાલ કહેલી છે. બ્રોન્દ્રિયના સમાન ચક્ષુઈન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય પણ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી પૃથુ કહેલી છે. | શ્રી ગૌતમસ્વામી ભગવન્! જિહેન્દ્રિયના વિષયમાં પૃચ્છા? અર્થાત જિહઈન્દ્રિય કેટલી વિશાલ છે?
શ્રી ભગવાન છે ગૌતમ ! જિલ્લા ઈન્દ્રિય અંગુલ પૃથકત્વ વિશાલ છે, અર્થાત્ તેને વિસ્તાર બે આંગળીથી નૌ આગળ સુધી હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સ્પર્શેન્દ્રિયના સંબંધમાં પ્રશ્ન છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ” સ્પર્શેન્દ્રિય શરીરનાં પ્રમાણ જેટલી વિશાલ કહી છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શ્રેત્રેન્દ્રિય કેટલા પ્રદેશવાળી છે?
શ્રી ભગવાન - ગૌતમ! શ્રેન્દ્રિય અસંખ્યાત પ્રદેશ કહેલી છે. એ રીતે ચક્ષુ ઇન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પણ અસંખ્યાત પ્રદેશી જ કહેલી છે ૧ !
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૧૦