________________
અસંખ્યય ભાગ માત્ર વાયુકાયિક જ વૈકિયશરીરવાળા મળી આવે છે, તેમનાથી અધિક નહીં. વાયુકોના મુક્ત કિયશરીર, પહેલાં કહેવામાં આવેલ પૃથ્વીકાચિકેના મુક્ત વૈક્રિય શરીરના સમાન અનત કહેવી જોઈએ. વાયુકાયિકાના આહારક, તેજસ અને કાર્મણ શરીર પૃથ્વીકાચિકન સમાન જ છે, અર્થાત વાયુકાયિકેના બદ્ધ આહારક શરીર નથી હોતા, કેમકે તેઓને આહારક લબ્ધિને અભાવ હોય છે. કેવળ મુક્ત આહારકશરીર જ હોય છે અને તે પૂર્વ કથિતયુક્તિ અનુસાર અનન્ત છે. તેજસ અને કામણ શરીર તેમના બદ્ધ પણ હોય છે, મુક્ત પણ હોય છે. બદ્ધ અસંખ્યાત, મુક્ત અનન્ત છે.
વનસ્પતિકાચિકેના ઔદારિક આદિ શરીર પૃથ્વીકાચિકેના સમાન કહેવાં જોઈએ. પરન્તુ પૃથ્વીકાયિકેથી વિશેષતા એ છે કે વનસ્પતિકાયિકના તેજસ અને કાર્મણ શરીરની પ્રરૂપણા સમુચ તેજસ અને કામણ શરીરે જેવી કરવી જોઈએ. અભિપ્રાય એ છે કે વનસ્પતિ કાયિકના બદ્ધ અને મુક્ત અને પ્રકારના ઔદારિક શરીર હોય છે. તેમાંથી બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે અને મુક્ત અનન્ત છે. વૈકિય મુક્ત જ થાય છે, અ૮ નથી થતાં. કેમકે વનસ્પતિકાયિકમાં વૈક્રિયલબ્ધિ નથી થતી, અને તેમના મુક્ત ક્રિય શરીર અનન્ત થાય છે. વનસ્પતિકાયિકોમાં આહારક શરીર પણ મુક્ત જ હોય છે, બદ્ધ નહીં. તેનું કારણ પહેલા કહી દેવાએલું છે. તેજસ અને કામણ શરીર બદ્ધ પણ અના અને મુક્ત પણ અનન્ત હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! હીન્દ્રિયના ઔદારિક શરીર કેટલા કહેલાં છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! દ્વિીન્દ્રિયના દારિક શરીર બે પ્રકારના હોય છે, તેઓ આ પ્રકારે—બદ્ધ અને મુક્ત બદ્ધ દારિક શરીર અસંખ્યાત છે. આ અસંખ્યાત સંખ્ય ની કાલ અને ક્ષેત્રની અપેક્ષાએ ઉત્સર્પિણી–અવસર્પિણી કાલેના એક-એક સમયમાં એક એક ઔદારિક શરીરનું અપહરણ કરાય તે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીમાં તે બધાના અપહરણ થાય. આશય એ છે કે--કાળની અસંખ્યાત ઉત્સર્પિણ તેમજ અવસર્પિણી કાળમાં જેટલે સમય થાય છે, તેટલે અસંખ્યાતકાળ અહીં ગ્રહણ કરે જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણિયાને તેઓ પિતાની અવગાહનાથી વ્યાપ્ત કરે છે. પૂર્વોક્ત પ્રકારથી તે શ્રેણિયે પતરના અસંખ્યય ભાગ થાય છે અર્થાત અસંખ્યાત શ્રેણિયોમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ કીન્દ્રિયેના બદ્ધ ઔદારિક શરીર પણ હોય છે તે શ્રેણિયે પ્રતરના અસંખ્ય ભાગ પ્રમાણ અસંખ્યાત છે. કિન્તુ નારકે અને ભવનપતિના શરીરના પ્રતરાસંખેય ભાગની અપેક્ષાએ દ્વાદ્રિના શરીરના પ્રતરાસંખ્યય ભાગ કાંઈક ભિન્ન પ્રકાર છે, એ બતાવવાને માટે સૂચના માનની પ્રરૂપણ કરાય છે એ શ્રેણિયેના પરિમાણને નિશ્ચિત કરવાને માટે વિસ્તારની જે સૂચી માની છે, તે અસંખ્યાત કેડા કેડી ચેાજનના પ્રમાણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૬૮