________________
તથા અન્ય તીર્થકરેએ પ્રરૂપણ કર્યું છે. લેકાન્તથી આગળ ગતિ સહાયક ધર્માસ્તિકાયને સદ્દભાવ ન હોવાના કારણે ભાષા દ્રવ્યોનું ગમન નથી થતું.
હવે પ્રકારાન્તરથી એજ વિષયનું કથન કરાય છે. ભાષા શેનાથી અર્થાત્ કયા યોગથી ઉત્પન થાય છે? શું કાય એગથી ઉત્પન્ન થાય છે અથવા વચનગથી ઉત્પન્ન થાય છે? કેટલા સમયમાં ભાષા બોલાય છે? અર્થાત્ જીવના પ્રયત્ન વિશેષ દ્વારા ત્યજાતા દ્રવ્ય સમૂહ રૂ૫ ભાષા કેટલા સમયમાં બેલી શકાય છે? ભાષાના કેટલા પ્રકાર છે? અને તેમાં કેટલા પ્રકારની ભાષા બોલવાની ભગવાનની અનુમતિ છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-ભાષાને ઉદ્દભવ શરીરથી થાય છે, અર્થાત્ ઔદારિક આદિ ત્રણ શરીરેના વેગોથી ભાષાની ઉત્પત્તિ થાય છે, અર્થાત્ ભાષાની ઉત્પત્તિનું કારણ કાગ છે, જીવ કાગ દ્વારા ભાષાના એગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે, પછી તેને ભાષાના રૂપમાં પરિણત કરે છે અને પછી વચન યોગ દ્વારા તેનું ઉચ્ચારણ કરે છે. તદનન્તર કાયમના બળથી ભાષાની ઉત્પત્તિ થાય છે. એ કારણે ભાષાને પ્રભવ શરીર રોગ કહેલ છે. કહ્યું પણ છે-જીવ કાયિકગથી ભાષા દ્રવ્યને ગ્રહણ કરીને વાચિક્યોગથી તેમને બહાર કાઢે છે.
ભાષા કેટલા સમયમાં બેલાય છે? એ પ્રશ્નનો ઉત્તર અપાય છે- જીવ બે સમમાં ભાષા બોલે છે. તે એક સમયમાં ભાષાને ગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે અને બીજા સમયમાં તેમને ભાષાના રૂપમાં પરિણત કરીને ત્યાગે છે ભાષા કેટલા પ્રકારની છે ? એ પ્રશ્નનો ઉત્તર આમ છે–સત્ય અસત્ય ઉભય અને અનુભયના ભેદથી ભાષા ચાર પ્રકારની છે. તેનું સ્વરૂપ પહેલા કહેલું છે.
ભગવાને કેટલા પ્રકારની ભાષા બેલવાની અનુમતિ આપેલ છે? તેને ઉત્તર ભગવાન આપે છે–બે પ્રકારની ભાષા બોલવાની ભગવાને અનુમતિ આપેલ છે સત્ય ભાષા અને અનુભય ભાષા અર્થાત્ વ્યવહાર ભાષા, મૃષાભાષા અને ઉભય અર્થાત્ મિશ્ર ભાષા બોલવાની અનુમતિ નથી આપી, કેમકે એ બંને ભાષાઓ યથાર્થ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન નથી કરતી પરંતુ અયથાર્થ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે તેથી જ તે મેક્ષથી વિરૂદ્ધ છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન ! ભાષા કેટલા પ્રકારની છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! બે પ્રકારની ભાષા કહેલી છે–પર્યાસિકા અને અપર્યાણિકા. જે ભાષા પ્રતિનિયત રૂપમાં સમજી શકાય તે પર્યાસિક ભાષા કહેવાય છે એવી પર્યાસિક ભાષા સત્ય અને મૃષા બન્ને પ્રકારની હોય છે, કેમકે બન્ને પ્રકારની ભાષા પ્રતિનિયત રૂપથી અવધારિત કરી શકાય છે. અપર્યાપ્ત ભાષા તે છે જે મિશ્રિત હેવાના કારણે અથવા મિશ્રિત પ્રતિષધ રૂપ હોવાને કારણે પ્રતિનિયત રૂપમાં અવધારિત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૦૭