SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ વાસાવચમ્મૂમમવર્ષાતિરામપુણેsax તિ) પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, તિર્યંગ્યોનિદ્વાર સમાપ્ત થયું, ટકાર્થહવે પંચેન્દ્રિય તિ આદિકની ઉદ્ભવતનાની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–ભગવત્ ! પંચેન્દ્રિય તિર્યંચ ઉદ્વર્તના કરીને ત્યાર પછી ક્યાં જાય છે? કયાં ઉત્પન્ન થાય છે ! શ્રી ભગવાનઃ-ગૌતમ ! નારકમાં યાવત્ દેવામાં ઉત્પન્ન થાય છે, અર્થાત નારકમાં તિયામાં મનુષ્યોમાં અને દેવોમાં ઉત્પન થાય છે, શ્રી ગૌતમ સ્વામી-ભગવદ્ યદિ પંચેન્દ્રિય તિર્યંચ, નારકમાં ઉત્પન્ન થાય છે તે શું રત્નપ્રભા પૃથ્વીના નારકોમાં ઉત્પન થાય છે, અગર શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, અથવા તમસ્તમઃ પ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન-ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ રત્નપ્રભા પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધી ઉત્પન્ન થાય છે, શ્રી ગૌતમસ્વામી:–ભગવન્પંચેન્દ્રિય તિર્યંચ યદિ તિર્યમાં ઉત્પન્ન થાય છે તે શું એકેન્દ્રિમાં, કીન્દ્રિયમાં, ત્રીન્દ્રિમાં ચાર ઈન્દ્રિમાં અથવા પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાનઃ-ગૌતમ ! એકેન્દ્રિમાં યાવત્ પંચેન્દ્રિય અર્થાત્ બધામાં ઉત્પન્ન થાય છે. એ રીતે જે તેમને ઉપપાત કહ્યો છે, તેવી જ ઉદ્વર્તના પણ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે, આ પંચેન્દ્રિય તિર્યંચ અસંખ્યાત વર્ષની આયુવાળાઓમાં પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમ સ્વામી ભગવન પંચેન્દ્રિય તિર્યંચ જે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તે શું સંમૂઈિમ મનુબ્યમાં ઉત્પન્ન થાય છે અગર ગર્ભજ મન. માં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવનઃ-ગૌતમ ! બન્નેમાં ઉત્પન્ન થાય છે. એ પ્રકારે તેમને જે ઉપપાત કહ્યો છે, તેવી જ ઉદૂવના પણ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યમાં, અન્તરદ્વીપજ મનુષ્યમાં તથા અસંખ્યાત વર્ષની આયુવાળાઓમાં ઉત્પન્ન થાય છે, એમ કહેવું જોઈએ. શ્રી ગૌતમ સ્વામી –ભગવન અગર પંચેન્દ્રિય તિર્યંચ દેવમાં ઉતન્ના થાય છે, તે શું ભવનપતિઓમાં ઉત્પન્ન થાય છે, વાનવ્યંતરોમાં ઉત્પન્ન થાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૯૯
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy