________________
આનત, પ્રાણુત, આરણ, અચુત, અધસ્તન, ચેક, મધ્યમ વૈવેયક, ઉપરિતન યિક, વિજય, જ્યન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવો પણ (સંત વિ વવનંતિ, નિરંતર વિ વવન્નતિ) સાન્તર પણ ઉત્પન્ન થાય છે, નિરન્તર પણ ઉત્પન્ન થાય છે
(સિદ્ધાળ મંતે! ફ્રિ સંતરું સિક્યુંતિ, નિરંતર ક્ષિત્તિ) હે ભગવદ્ ! સિદ્ધ શું સાન્તર સિદ્ધ થાય છે અથવા નિરતર સિદ્ધ થાય છે? (HTસંત ત્તિ ત્રિરંતિ, નિરંતરે પિ સિક્યુંત્તિ) હે ગૌતમ ! સાન્તર પણ સિદ્ધ થાય છે, નિરંતર પણ સિદ્ધ થાય છે ટીકાર્ય—હવે ત્રીજા સાન્તર અને નિરન્તર દ્વારના આધારથી પ્રરૂપણ કરાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! નારક જીવ શું સાન્તર અર્થાત વચમાં વચમાં થોડો સમય છોડીને ઉત્પન્ન થાય છે. અથવા નિરંતર અર્થાત્ સતત પ્રત્યેક સમયમાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નારક જીવ સાન્તર પણ ઉત્પન્ન થાય છે. અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે કઈ કઈ વખતે નારક જીની ઉત્પત્તિ સતત થયા કરે છે, વચમાં કઈ સમય ખાલી નથી જ, અને કયારેક ક્યારેક એવું પણ બને છે કે તેમની ઉત્પત્તિમાં કાળનું વ્યવધાન આવી જાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! તિર્યંચ સાન્તર ઉત્પન્ન થાય છે અથવા નિરંતર ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! સાતર પણ ઉત્પન્ન થાય છે, નિરંતર પણ ઉત્પન્ન થાય છે. તેનું કારણ સ્વભાવજ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! મનુષ્ય સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ! કદાચિત્ સાન્તર પણ ઉત્પન્ન થાય છે, કદાચિત્ નિરંતર પણ ઉત્પન્ન થાય છે. આવા પ્રકારની ઉત્પત્તિમાં સર્વત્ર સ્વભા. વજ કારણ છે.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવાન ! દેવ શું સાન્તર ઉત્પન્ન થાય છે? અથવા નિરતર ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન–હેગૌતમ! કદાચિત્ સાન્તર પણ ઉત્પન્ન થાય છે કદાચિત નિરતર પણ ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! રત્નપ્રભા પૃથ્વીના નારક સાન્તર ઉત્પન્ન થાય કે નિરન્તર ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના નારક કદાચિત્ સાન્તર ઉત્પન્ન થાય છે, કે કદાચિત્ નિરંતર પણ ઉત્પન્ન થાય છે. એ પ્રકારે શર્કર પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા તથા સમસ્તમ પ્રભા, પૃથ્વીના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
३४४