________________
રીતે યદિ કઈ પણ જીવ નરક ગતિથી ન નીકળે તે બાર મુહૂત સુધી ન નીકળે, આ ઉપપત અને ઉદ્દવર્તનાના વિરહને ઉત્કૃષ્ટ કાળ છે. એ પ્રકારે અન્ય ગતિના ઉપપાત અને વિરહને કાળ બતાવી દીધેલ છે. પણ એ કથન સામાન્ય દષ્ટિએ હતું. પ્રસ્તુત સૂત્રમાં વિશેષ રૂપથી રત્નપ્રભા ભૂમિ આદિમાં ઉપપાત અને ઉદ્વર્તનાના વિરહને કાળ કેટલું છે. એ બતાવે છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે - હે ભગવન્ ! રાનપ્રભા પૃથ્વીના નારક કેટલા સમય સુધી ઉપપાતથી વિરહિત રહે છે? અર્થાત્ રત્નપ્રભામાં અગર કઈ જીવ ઉત્પન્ન ન થાય તે કેટલા સમય સુધી ઉત્પન્ન ન થાય?
શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી રત્નપ્રભા પૃથ્વીના નારક ઉપપતથી વિરહિત રહે છે,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન શર્કરામભા પૃથ્વીના નારક કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત હોય છે?
શ્રી ભગવાન્ – હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ સાત રાત દિન સુધી અર્થાત્ શરામભામાં કેઈ નારક ઉત્પન્ન ન થાય તે અધિકથી અધિક સાત રાત દિન સુધી ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન વાલુકાપ્રભા પૃથ્વીના નારક કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત બને છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અડધા માસ સુધી
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પંકપ્રભા પૃથ્વીના નારક કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહી છે?
શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ એક માસ સુધી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ધૂમપ્રભા પૃથ્વીના નારક કેટલા સમય ઉપપાતથી રહિત કહેલ છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બે માસ સુધી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન તમ પ્રભા પૃથ્વીના નારક કેટલા સમય સુધી ઉપપાતથી રહિત કહ્યા છે?
શ્રી ભગવાન-ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચાર માસ સુધી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! અધઃસસમ પૃથ્વીના નારક કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૩૬