________________
દેશી સ્કન્ધ પણ સમજી લેવા જોઈએ. પરંતુ અવગાહનાની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય, અને કદચિત્ અધિક કહેવી જોઈએ. જે હીન બને છે તે એક પ્રદેશથી હીન અને જે અધિક થાય છે તે એક પ્રદેશ અધિક થાય છે. તાત્પર્ય એ છે કે ચાર પ્રદેશી સ્કન્ધની જઘન્ય અવગાહના એક પ્રદેશમાં તેમજ ઉત્કૃષ્ટ અવગાહના ચાર પ્રદેશમાં થાય છે. મધ્યમ અવગાહના બે પ્રકારની છે-બે પ્રદેશમાં અને ત્રણ પ્રદેશમાં તેથી જ મધ્યમ અવગાહન વાળા એક ચાર પ્રદેશી સ્કન્ધથી બીજી માધ્યમ અવગાહનાવાળા ચાર પ્રદેશી સ્કન્ધ અવગાહનાથી હીન થશે તે એક પ્રદેશજ હીન થશે. અને જે અધિક થાય તે તે પણ એક પ્રદેશ અધિક જ બનશે. તેનાથી અધિક હનધિકતા છે તેમાં થઈ શક્તી નથી.
એજ રીતે પાંચ પ્રદેશી આદિ પુદ્ગલ સ્કન્ધોમાં મધ્યમ અવગાહના ને લઈને એક એક પ્રદેશની વૃદ્ધિ કરતા જઈને-વૃદ્ધિ હાની કહેવી જોઈએ, યાવત દશ પ્રદેશી સ્કન્દમાં સાત પ્રદેશોની વૃદ્ધિ થાય છે. એ અભિપ્રાયથી કહ્યું છે એજ રીતે પંચ પ્રદેશ, ષટ પ્રદેશ, સપ્ત પ્રદેશ, અષ્ટ પ્રદેશી, અને નવ પ્રદેશી પુદ્ગલ સ્કન્ધને પણ સમજી લેવું જોઈએ, વિશેષતા એ છે કે મધ્યમ અવગાહનાવાળા સ્કધમાં એક એક પ્રદેશની વૃદ્ધિ કરી લેવી જોઈએ, તદનુસાર પાંચ પ્રદેશી સ્કન્દમાં બે, ષટ્રપ્રદેશી સ્કન્દમાં ત્રણ સપ્ત પ્રદેશી સ્કન્દમાં ચાર, અષ્ટ પ્રદેશી સ્કન્દમાં પાંચ, નવ પ્રદેશી સ્કન્દમા છ અને દશ પ્રદેશી સ્કન્દમાં સાત પ્રદેશની હાનિ વૃદ્ધિ થાય છે, તેમ સમજવું જોઈએ. એ પ્રકારે દશ પ્રદેશી સ્કન્ધના વિષયમાં એમ કહેવાશે કે એક મધ્યમ અવગાહનાવાળા દશ પ્રદેશી સ્કન્ધ બીજા મધ્યમ અવગાહનાવાળા દશ પ્રદેશી સ્કન્ધથી અવગાહનાની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૯૬