SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા દ્વિદેશી સ્કન્ધની પ્રરૂપણ પણ એજ પ્રકારે કરવી જોઈએ. મધ્યમ અવગાહનાવાળા ક્રિપ્રદેશી સ્કન્ધ હતા જ નથી, કેમકે બે પરમાણુઓને પિંડ દ્વિદેશી સ્કન્ધ કહેવાય છે. તેમની અવગાહના આકાશના એક પ્રદેશમાં થશે અથવા અધિક બે આકાશ પ્રદેશમાં થશે એક પ્રદેશમાં જે અવગાહના થાય છે તે જઘન્ય અવગાહના છે. અને બે પ્રદેશમાં જે અવગાહના છે, તે ઉત્કૃષ્ટ છે. એ બન્નેની વચ્ચેની કેઈ અવગાહના નથી થઈ શકતી, તેથી જ મધ્યમ અવગાહનાને અભાવ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જઘન્ય અવગાહનાવાળા અર્થાત્ આકાશના એક પ્રદેશમાં રહેલા ત્રિપ્રદેશી કલ્પના પર્યાય કેટલા? શ્રી ભગવાન્ –હે ગૌતમ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ ! એમ શા કારણે કહેવાયું કે જઘન્ય અવ. ગાહનાવાળા ત્રિ પ્રદેશી સ્કાના અનન્ત પર્યાય છે? શ્રી ભગવન–હે ગૌતમ ! જઘન્ય અવગાહનાળા એક ત્રિપ્રદેશી સ્કન્ધ આ જઘન્ય અવગાહનાવાળા ત્રિપ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે. ઇત્યાદિ પ્રરૂપણું ક્રિપ્રદેશી કલ્પના સમાન જ સમજી લેવી જોઈએ. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અર્થાત્ આકાશના ત્રણ પ્રદેશમાં સ્થિત ત્રિપ્રદેશી સ્કન્ય પણ એજ પ્રકારે સમજી લે જોઈએ. મધ્યમ અવગાહનાવાળા ત્રિપ્રદેશી સ્કન્ધની પ્રરૂપણ પણ જઘન્ય અવગાહનાવાળા દ્વિદેશી સ્કન્ધના સમાન સમજવી જોઈએ. ત્રિપ્રદેશી પુદ્ગલ સ્કઘની જઘન્ય અવગાહના એક આકાશ પ્રદેશમાં, મધ્યમ અવગાહના બે આકાશ પ્રદેશમાં તથા ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ પ્રદેશમાં થાય છે. તેથી જ અહીં મધ્યમ અવગાહનાનું પણ પ્રતિપાદન કરાયું છે. શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા અર્થાત આકાશના એક પ્રદેશમાં સ્થિત ચતુર પ્રદેશી કલ્પના કેટલા પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જેવા જઘન્ય અવગાહનાવાળા ક્રિપ્રદેશી તેવાજ જઘન્ય અવગાહનાવાળા ચાર પ્રદેશી એ રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ઢિ પ્રદેશીસ્કન્ધની જેવી પ્રરૂપણ કરી છે તેવી જ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ચાર પ્રદેશીની પણ સમજી લેવી જોઈએ એજ પ્રકારે મધ્યમ અવગાહનાવાળા ચતુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૯૫.
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy