________________
થઈ શકે છે, કેમકે એક જ પ્રદેશી પરમાણુ પણ એક પ્રદેશમાં રહે છે. અને અનન્તપ્રદેશી સ્કન્ધ પણ એકજ પ્રદેશમાં રહી શકે છે. તેથી અવગાહનાથી તુલ્ય છે. સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, વર્ણાદિથી તથા શીત, ઉષ્ણ, સિનગ્ધ અને રૂક્ષ સ્પર્શથી ષટસ્થાન પતિત થાય છે. એ જ પ્રકારે દ્વિપ્રદેશાવગાઢથી દશ પ્રદેશાવગાઢ સુધી પુગલના વિષયમાં પણ કહેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલના કેટલા પર્યાય કહ્યા છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! એવું કહેવાનું શું કારણ છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ! સંખ્યાત પ્રદેશાવગાઢ એક પુદગલ બીજા સંખ્યાત પ્રદેશાવગઢ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશોની અપેક્ષાએ ષટ્રસ્થાન પતિત થાય છે. અવગાહનાની અપેક્ષાએ ક્રિસ્થાન પતિત બને છે અર્થાત્ સંખ્યામભાગ હીન, અથવા સંખ્યાત ગુણહીન થાય છે અને જે અધિક થાયતે સંખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ગુણ અધિક થાય છે સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, અર્થાત્ એક સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ બીજા સંખ્યાત પ્રદેશાવગાઢ પુગલથી અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અથવા અસંખ્યાતગુણ હીન થાય છે. જે અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક થાય છે. વર્ષાદિની અપેક્ષાએ તથા ઉપર્યુક્ત ચાર સ્પર્શોની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલેના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! અનન્ત પર્યાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ શા કારણે એવું કહેવું છે કે અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલેના અનન્ત પર્યાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ એક પુદગલ બીજા અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પુગલથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય થાય છે અને પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાય વાળા હોય છે, એ ન્યાયે અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલ પણ દ્રવ્ય હેવાને કારણે અનન્ત પર્યાય વાળું છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
२८४