________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! અનન્ત પ્રદેશી સ્કાના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! અનન્ત પ્રદેશ કાના અનન્ત પર્યાય કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એમ કહેવાનું શું કારણ છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ! એક અનન્ત પ્રદેશી સ્કન્ધ બીજા અનન્ત પ્રદેશી સ્કથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય બને છે, પ્રદેશની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, સ્થિતિથી પણ ચતુઃસ્થાન પતિત તથા વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પર્યાયેથી ષસ્થાન પતિત છે. અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે અનન્ત પ્રદેશી સ્કન્ધ પણ અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. ષટ્રસ્થાન પતિત નથી થઈ શકતા, કેમકે કાકાશના અસંખ્યાત પ્રદેશ જ છે અને અનન્ત પ્રદેશી ઔધ પણ અસંખ્યાત પ્રદેશમાં જ અવગાહના કરે છે, તેથી જ અનન્ત ભાગ તેમજ અનન્ત ગુણહાનિ-વૃદ્ધિને સંભવ નથી, હા વર્ણાદિના પર્યાયેથી ષટ્રસ્થાન પતિત છે અર્થાત્ એક અનન્ત પ્રદેશી સ્કન્ય બીજા અનન્ત પ્રદેશ અધથી વર્ણાદિની દષ્ટિએ અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અથવા અનન્ત ગુણહીન થાય છે, એજ પ્રકારે અધિક પણ થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! આકાશના એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલેના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! અનન્ત પર્યાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન શા કારણે એવું કહ્યું છે કે એક પ્રદેશાવગાઢ પુદ્ગલેના અનન્ત પર્યાય છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! એક પ્રદેશાવગાઢ એક પુદ્ગલ બીજા એક પ્રદેશ ગાઢ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે પ્રદેશની અપેક્ષાએ ષસ્થાન પતિત બને છે. અવગાહનાથી તુલ્ય છે પણ સ્થિતિની અપેક્ષાએ ચતુ સ્થાન પતિત થાય છે અને વર્ણાદિની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે. તાત્પર્ય એ છે કે આકાશના એક પ્રદેશમાં અવગાઢ પરમાણુ પણ દ્રવ્ય છે અને કેઈ બીજા પ્રદેશમાં અવગાઢ ઢિપ્રદેશી આદિ પુદ્ગલ પણ દ્રવ્ય છે, તેથી જ તેઓ દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે, પણ પ્રદેશની દ્રષ્ટિએ તેઓમાં વથાન પતિત હાનિ-વૃદ્ધિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૮૩