________________
ચાતુ હીન, સ્યાત્ તુલ્ય, અને સ્યાત્ અધિક થાય છે. અગર હીન હોય તે એક પ્રદેશ હીન અથવા ક્રિપ્રદેશ હીન થાય છે, અને જે અધિક હોય તે એક પ્રદેશાધિક અથવા ઢિપ્રદેશાધિક થાય છે, તાત્પર્ય એ છે કે ત્રણે પ્રદેશને પિંડ ત્રિપ્રદેશી સ્કન્ધ કહેવાય છે. તે આકાશના એક પ્રદેશમાં પણ રહી શકે છે. બે પ્રદેશમાં પણ રહી શકે છે. અને ત્રણ પ્રદેશમાં પણ રહી શકે છે. ત્રણ આકાશ પ્રદેશથી અધિકમાં તેની અવગાહનાનો સંભવ નથી. આ પરિસ્થિતિમાં તેમની અવગાહનામાં જે હીનતા અગર અધિકતા હોય તે એક અગર બે આકાશ પ્રદેશોની જ હોઈ શકે છે. અધિકની નથી થતી.
ત્રિપ્રદેશી સ્કન્ધના સમાન દશ પ્રદેશી સ્કન્ધ સુધીની વક્તવ્યતા સમજી લેવી જોઈએ, અર્થાત્ ચાર પ્રદેશી પાંચ પ્રદેશ, છ પ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી નો પ્રદેશ અને દશ પ્રદેશી સ્કન્ધની વક્તવ્યતા ત્રિપ્રદેશી જેવી સમજવી જોઈએ, વિશેષતા એ છે કે દશ પ્રદેશી કંધને નવ પ્રદેશ હીન કહેવો જોઈએ તાત્પર્ય એ છે કે-જ્યારે બે ત્રિપ્રદેશી સ્કન્ય ત્રણ ત્રણ પ્રદેશમાં બે બે પ્રદેશમાં અથવા એક એક પ્રદેશમાં અવગાઢ થાય છે ત્યારે તેઓ અવગાહનાની દષ્ટિએ પરસ્પર તુલ્ય થાય છે. પરંતુ જ્યારે એક પ્રદેશ સ્કન્ધ ત્રિપ્રદેશમાં અવગાઢ બને અને બીજા દિપ્રદેશાવગાઢ થાય છે તે તે એક પ્રદેશ હીન થાય છે જે એક પ્રદેશાવગાઢ થાય છે તે ક્રિપ્રદેશ હીન થાય છે. ત્રિપ્રદેશાવગાઢ બે પ્રદેશાવગઢથી એક પ્રદેશાધિક થાય છે અને એક પ્રદેશાવગાઢથી ઢિપ્રદેશાધિક થાય છે એ રીતે એક એક પ્રદેશવધારીને ચાર પ્રદેશી લઈને દશ પ્રદેશ સુધીના સ્કોમાં અવગાહનાની અપેક્ષાએ હાનિ વૃદ્ધિ કહી લેવી જોઈએ. દશ પ્રદેશી કલ્પમાં હીનતા આ પ્રકારે કહેવાશે—દશ પ્રદેશી કપ જ્યારે હીન વિવક્ષિત કરાય છે ત્યારે એક પ્રદેશ હીન, ક્રિપ્રદેશ હીને. ચાવત નવ પ્રદેશ હીન બને છે અને જે અધિક વિવશત કરાય તે એક પ્રદેશાધિક, ઢિપ્રદેશાધિક યાવત્ નવ પ્રદેશાધિક થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન સંખ્યાત પ્રદેશી સ્કન્દના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અનન્ત પર્યાય કહેલા છે. શ્રી –ગૌતમ ! હે ભગવન એનું શું કારણ છે?
શ્રી ભગવાન હે ગૌતમ! સંખ્યાત પ્રદેશ એક સ્કન્ધ બીજા સંખ્યાત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, અને તે દ્રવ્ય છે, એ કારણે અનન્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૮૧