________________
જ્ઞાન રૂપ બે અજ્ઞાનેથી, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનના પર્યાયેથી ષસ્થાન પતિત થાય છે.
અહિં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચ અપર્યાપ્ત થાય છે અને અપર્યાપ્ત થઈને અલ્પ કાય વાળા જીમાં ઉત્પન્ન થાય છે, તેથી જ તેમાં અવધિજ્ઞાન અગર વિભંગ જ્ઞાનને સંભવ નથી, એ કારણે અહિં બે જ્ઞાન અને બે અજ્ઞાનેને જ ઉલ્લેખ કરાયો છે. યદ્યપિ આગળ કહેશે કે કેઈ જીવ વિર્ભાગજ્ઞાનની સાથે નરકમાંથી નિકળીને સંખ્યાત વર્ષોની આયુષ્યવાળા પંચેન્દ્રિય તિયામાં ઉત્પન્ન થાય છે. તે પણ તે મહાકાયવાળામાં જ ઉત્પન્ન થઈ શકે છે. અલપકાયવાળામાં નહિ તેથી કઈ વિરોધ સમજ ન જોઈએ, અવગાહનાવાળામાં ષટસ્થાન પતિત બનતા નથી. ષટસ્થાનનું વિવેચન પહેલાં આવી ગયું છે. તેથી અહિં કહેવાનું આવશ્યક નથી.
એ પ્રકારે ઉત્કૃષ્ટ અવગાહનાવાળાની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ અર્થાત ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચ બીજા ઉત્કૃષ્ટ અવગાહના વાળા પંચેન્દ્રિય તિર્યંચથી દ્રવ્યની દષ્ટિથી પ્રદેશની દૃષ્ટિથી તથા અવગાહનાની દૃષ્ટિથી તુલ્ય થાય છે, સ્થિતિની દષ્ટિથી ત્રિસ્થાન પતિત થાય છે. વર્ણ ગંધ રસ સ્પર્શના પર્યાયોથી ષટસ્થાન પતિત થાય છે વિશેષ એ છે કે તેમાં ત્રણ નાન અગર ત્રણ અજ્ઞાનનો સંભવ છે, તેથીજ ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનેથી ષટ. સ્થાન પતિત થાય છે. તેમાં ત્રણ અજ્ઞાન આ રીતે જાણવા જોઈએ જે પંચેન્દ્રિય તિય"ચની અવગાહના એક હજા૨ જનની થાય છે, તે ઉત્કૃષ્ટ અવગાહના વાળા કહેવાય છે. તે સંખ્યાત વર્ષની આયુવાળા અને પર્યાપ્ત જ હોય છે. તેથીજ તેમાં ત્રણ અજ્ઞાનને સંભવ છે,
મધ્યમ અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા ઉત્કૃષ્ટ અવગાહનાવાળાની સમાન સમજવી જોઈએ. કિન્તુ વિશેષતા એ છે કે અવગાહનાની દ્રષ્ટિએ તે ચતુઃસ્થાન પતિત થાય છે, કેમકે મધ્યમ અવગાહના અનેક પ્રકારની હોય છે. તેમાં સંખ્યાત-અસંખ્યાત ગુણહીનાધિક થઈ શકે છે. સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત પણ થઈ જાય છે. કેમકે મધ્યમ અવગાહનાવાળા અસંખ્યાત વર્ષની આયુવાળા પણ થઈ શકે છે
શ્રી ગૌતમ –હે ભગવન ! જઘન્ય સ્થિતિવાળા પચેન્દ્રિય તિર્યંચોના કેટલા પર્યાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૫૨