________________
(ભવભ્રમણ) અપરાધ પુદ્ગલ પરાવર્તન જ શેષ છે, તે શુકલ પાક્ષિક અને જેને ભવભ્રમણ કાલ તેનાથી અધિક છે. તેઓ કૃષ્ણપાક્ષિક સમજવા જોઈએ છે
શુકલ પાક્ષિક જીવ ઓછા હોય છે, કેમકે પરિમિત સંસારી જીવ છેડા જ હોય છે કૃષ્ણ પાક્ષિક જીવ ઘણા છે, કેમકે અપરિમિત ભવભ્રમણ વાળા
ની અત્યધિકતા છે. કૃષ્ણ પાક્ષિક જીવ પ્રાય: દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. બીજી દિશાઓમાં નહિ કેમકે તેમને તેજ સ્વભાવ છે. તેમના ઘણા પાપનો ઉદય થાય છે. તેઓ દીઘતર ભવભ્રમણ કરવા વાળા અને ક્રૂર કર્મો હોય છે. તેથી તેમની ઉત્પત્તિ દક્ષિણ દિશામાં હોય છે. ભવસિદ્ધિક પણ દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે, અન્ય દિશાઓમાં નહિ કહ્યું પણ છે--પ્રાયઃ કુર કર્મા ભવસિદ્ધિક જીવ પણ દક્ષિણ દિશામાં સ્થિત નરયિકે, તિર્ય, મનુષ્ય અને અસુરે આદિના સ્થાનોમાં ઉત્પન્ન થાય છે કે ૧ છે
આ રીતે દક્ષિણ દિશામાં ઘણું કૃષ્ણ પાક્ષિકેની ઉત્પત્તિ સંભવિત હવાથી પૂર્વ, પશ્ચિમ તથા ઉત્તર દિશાના નારકની અપેક્ષા દક્ષિણ દિશાના નારક સંખ્યાત ગુણ છે.
આ રીતે સામાન્ય રૂપે નારકના અ૯૫ બહત્વનું પ્રતિપાદન કરીને હવે વિશેષ રૂપે રત્નપ્રભા આદિ પૃથ્વીના નારકોનું અલ્પ બહુત્વ પ્રદર્શિત કરે છે–દિશાઓની અપેક્ષાએ રત્નપ્રભા નારક પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં બધાથી ઓછા છે, તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણા અધિક છે. તેનું કારણ આગળ બતાવી દિધું છે. શર્કરા પ્રભા પૃથ્વીના નારક પૂર્વ પશ્ચિમ અને ઉત્તરમાં બધાથી ઓછા છે, તેમનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણા છે. તેનું કારણ પણ પહેલાના સમાનજ સમજી લેવું જોઈએ. વાલુકાપ્રભા પૃથ્વીના નારક પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં બધાથી ઓછા છે, દક્ષિણ દિશામાં તેમનાથી અસંખ્યાત ગણા છે. એ જ પ્રકારે પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, અને તમસ્તમપ્રભા પૃથ્વીના નારક પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાઓમાં બધાથી ઓછા અને દક્ષિણ દિશામાં એનાથી અસંખ્યાત ગુણ અધિક છે. એનું કારણ તેજ છે કે જે પહેલા કહેવાયેલું છે.
પ્રત્યેક પૃથ્વીનું અલગ અલગ અ૫ બહત્વ બતાવીને સૂત્રકાર હવે સાત પૃથ્વીની દિશાઓની અપેક્ષાએ અ૯૫ મહત્વનું પ્રતિપાદન કરે છેસાતમી પૃથ્વીની દક્ષિણ દિશાના નારકની અપેક્ષાએ છઠી ત:પ્રભાપૃથ્વીના પૂર્વ પશ્ચિમ તેમજ ઉત્તર દિશાના નારક અસંખ્યાત ગુણ છે. તેનું કારણ આ છે કે સાતમી પૃથ્વીમાં સર્વોત્કૃષ્ટ પાપ કરવા વાળા સંસી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય જ ઉત્પન્ન થાય છે. તેમની અપેક્ષાએ કાંઈક ઓછું પાપ કરનાર છઠી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અને આવા જીવ અધિક હોય છે, તેથીજ સાતમી પૃથ્વીની દક્ષિણ દિશાના નારકની અપેક્ષાએ છઠ્ઠી પૃથ્વીના પૂર્વ, પશ્ચિમ તેમજ ઉત્તર દિશાના નારક અસંખ્યાત ગુણ કહેલા છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૨