________________
એજ પ્રકારે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક પૃથ્વીકાયિક બીજા ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે કિન્તુ સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયાથી બે અજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાયેથી ષટસ્થાન પતિત બને છે.
મધ્યમ અવગાહનાવાળા પૃથ્વીકાયિકના વિષયમાં પણ એવું જ કહેવું જોઈએ. અર્થાત્ મધ્યમ અવગાહનાવાળા એક પૃથ્વીકાયિક બીજા મધ્યમ અવગાહનાવાળા પૃથ્વીકાયિકથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે.
મધ્યમ અવગાહનાવાળામાં વિશેષતા એ છે કે તેઓ સ્વસ્થાનમાં પણ ચતુઃસ્થાન પતિત થાય છે. અર્થાત્ એક મધ્યમ અવગાહનાવાળા બીજા મધ્યમ અવગાહનાવાળાથી ચતુરથાન પતિત હીનાધિક બને છે. કેમકે સામાન્ય રૂપથી મધ્યમ અવગાહનાવાળા થવા છતાં પણ તે વિવિધ પ્રકારની બને છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાની જેમ તેનું એક સ્થાન નથી હોતું. વર્ણ, ગંધ રસ અને સ્પર્શના પર્યાયેથી, અચક્ષુદર્શનના પર્યાથી તથા બે અજ્ઞાનના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિકના કેટલા પર્યાય કહેલા છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાચિકેના અનન્ત પર્યાય કહેલા છે?
શ્રી ગૌતમસ્વામી–ભગવદ્ ! શા કારણે એવું કહ્યું છે કે જઘન્ય સ્થિતિ વાળા પૃથ્વીકાચિકેના અનન્ત પર્યાય કહ્યા છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! એક જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિક બીજા જઘન્ય રિથતિવાળા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય હોય છે પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય હોય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુરથાન પતિત હોય છે. તેમના ઉચ્ચારણ પૂર્વવત્ કરી લેવા જોઈએ. રિથતિની અપેક્ષાએ તુલ્ય થાય છે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયથી, મત્યજ્ઞાનના પર્યાયેથી, તાજ્ઞાનના પર્યાયોથી તથા અચક્ષુદર્શના પર્યાયથી ષટસ્થાન પતિત થાય છે. તેમના ઉચ્ચારણ પૂર્વવત્ કરી લેવાં જોઈએ.
ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયિકના વિષયમાં પણ એમજ છે, અર્થાત્ તે પણ બીજા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયિકની અપેક્ષાએ દ્રવ્યથી તુલ્ય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૩૫.