________________
અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક અથવા સંખ્યાત ગુણ અધિક બને છે.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આમિનિબેધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, મૃતઅજ્ઞાન, અને ચક્ષુદર્શનના પર્યાયથી છ સ્થાન પતિત બને છે અર્થાત્ એક કીન્દ્રિય બીજા કીન્દ્રિયથી અનન્ત ભાગ હીન, અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગ હીન, સંખ્યાત ગુણ હીન, અસંખ્યાત ગુણ હીન અથવા અનન્ત ગુણ હીન થાય છે. એ જ પ્રકારે અધિક પણ સમજી લેવા.
આ રીતે દ્વીન્દ્રિય જીના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. ચતુરિન્દ્રિય જીના વિષયમાં પણ એમ જ કહેવું જોઈએ. પરંતુ ચતુરિન્દ્રિયમાં ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એમ બે દર્શન કહેવા જોઈએ, કેમકે તેમનામાં ચક્ષુ દર્શન પણ મળી આવે છે. પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાય નારક જીના સમાન કહેવા જોઈએ.
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–ભગવન ! મનુષ્યોના કેટલા પર્યાય કહેલા છે?
શ્રી ગૌતમસ્વામી-શા કારણે ભગવન કહેવાય છે કે મનુષ્યના અનન્ત પર્યાય કહેલા છે?
શ્રી ભગવાન-એક મનુષ્ય બીજા મનુષ્યથી, દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય અને પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય છે, પણ અવગાહનાની અપેક્ષાએ તુલ્ય નથી હતા–ચતુઃસ્થાન પતિત હોય છે. અગર એક મનુષ્ય બીજા મનુષ્યથી હીન હોય તે અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાતગુણહીન અગર અસંખ્યાત ગુણ હીન હોય છે, અને જે અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યામભાગ અધિક સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક હોય છે.
એક મનુષ્ય બીજા મનુષ્યથી સ્થિતિની અપેક્ષાએ ચતુસ્થાન પતિત હીન અગર અધિક હોય છે. અગર હીન હોય છે તે અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણ હીન અથવા અસંખ્યાત ગુણહીન બને છે. અગર અધિક હોય છે તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક હોય છે.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આભિનિધિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન. અને મન:પર્યવસાનના પર્યાથી છ સ્થાન પતિત થાય છે, કેવલજ્ઞાનના પર્યાયથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૧૨