________________
શ્રી ભગવાન આ પ્રશ્નનો ઉત્તર આપે છે-હે ગૌતમ ! એક પૃથ્વીકાયિક બીજી પૃથ્વીકાયિકથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે અને પ્રદેશની દષ્ટિએ પણ તુલ્ય છે પણ અવગાહનાની દષ્ટિએ કઈ કઈનાથી અધિક કે કઈ કઈનાથી તુલ્ય છે, અગર હીન છે તે અસંખ્યાત ભાગહીન અગર સંખ્યાત ભાગ હીન યા સંખ્યાત ગુણ હીન અથવા અસંખ્યાતગુણ હીન છે. અને જે અધિક છે તે કઈ કોઈનાથી અસંખ્યાત ભાગ અધિક છે, કોઈ કોઈનાથી સંખ્યાત ભાગ અધિક છે, કોઈ કોઈનાથી સંખ્યાલગુણ અધિક છે અને કઈ કઈનાથી અસંખ્યાતગુણ અધિક છે. એ પ્રકારે અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત હીનાધિકતા છે. જો કે પૃથ્વીકાયિક જીની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જ થાય છે. કિન્તુ અંગુલના અસંખ્યાતમા ભાગના પણ અસં. ખ્યાત ભેદ છે. તેથીજ પૂર્વોક્ત હીનાધિકતાના થવામાં કઈ વિરોધ હેતે નથી.
સ્થિતિની દષ્ટિએ પૃથ્વીકાયિક જીવ ત્રિસ્થાન પતિત છે. તાત્પર્ય એ છે કે બધા પૃથ્વીકાયિકની સ્થિતિ સમાન નથી હોતી. કેઈ કેઈનાથી હીન, કઈ કેઈન તુલ્ય, અને કેઈ કોઈનાથી અધિક સ્થિતિવાળા હોય છે. જે સ્થિતિની દૃષ્ટિથી હીન છે તે અગર અસંખ્યાત ભાગહીન હોય છે અગર સંખ્યાત ભાગ હીન હોય છે. અગર સંખ્યાત ગુણ હીન હોય છે. એ રીતે ત્રિસ્થાન પતિત હીનતા સમજવી. જોઈએ. જે સ્થિતિની દષ્ટિએ અધિક છે તે કોઈનાથી અસંખ્યાત ભાગ અધિક હોય છે અગર સંખ્યાત ભાગ અધિક હોય છે અથવા સંખ્યાતગુણ અધિક હોય છે એ પ્રકારે અધિકતા પણ ત્રિસ્થાન પતિત છે. તેમની સ્થિતિમાં ચતુઃસ્થાન પતિત હીનાધિકતા નથી થતી કેમકે અસંખ્યાત ગુણહાનિ અને અસંખ્યાત ગુણ વૃદ્ધિને અહીં સંભવ નથી. એનું કારણ આ છે કે પૃથ્વીકાયિક આદિની સર્વ જઘન્ય આયુષ્ય ક્ષુલ્લક ભવ ગ્રહણ પરિમિત છે. મુલક ભવનું પરિમાણ બસે છપન આવલીનું ફકત છે. બે ઘડીનું એક મુહૂર્ત થાય છે અને એ એક મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચસે છત્રીસ ભવ થાય છે કહ્યું પણ છે—
નિયમથી બસે છપ્પન આવલિકાને એક ક્ષુલ્લક ભવ થાય છે અને એક
પાક
છે
-
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૦૫