________________
આકાશ પ્રદેશ થાય છે તેટલી જ ભવનપતિ દેવ અને દેવિયેની સંખ્યા છે. તે સંખ્યામાંથી કિંચિત ન્યૂન બત્રીસમાં ભાગની બરાબર ભવન વાસિની સંખ્યા સીધમ કલ્પની દેવિયેની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. (૨) ભવન વાસી દેવેની અપેક્ષાએ ભવનવાસિની દેવિ સંખ્યાતગણ અધિક છે. કેમકે દેવિ બત્રીસ ગણી અને બત્રીસ હોય છે. (૩૦) ભવનપતિ દેવિયેની અપેક્ષાએ આ રત્નપ્રભા પૃથ્વીના નારક અસંખ્યાતગણ છે. તેઓ અંગુલ માત્ર પરિમિત ક્ષેત્રના પ્રદેશની રાશિના દ્વિતીય વર્ગમૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળની જેટલી પ્રદેશ રાશિ થાય છે, તેટલી શ્રેણિયમાં રહેલા આકાશના પ્રદેશની બરાબર છે. (૩૧) તેમની અપેક્ષાએ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ પુરૂષ અસંખ્યાત ગણે છે, કેમકે તેઓ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણિ યોના આકાશ પ્રદેશની બરાબર છે (૩૨) પંચેન્દ્રિયતિર્યંચ ખેચર પુરૂષની અપેક્ષાએ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રિ સંખ્યાતગણું છે, કેમકે તિર્યંચમાં પુરૂની અપેક્ષાએ સ્ત્રિ ત્રણ ગણી અને ત્રણ અધિક હોય છે. કહ્યું પણ છે-તિયાની સ્ત્રિયો ત્રણ ગણી ત્રણ રૂપાધિક હોય છે, (૩૩) તેમની અપેક્ષાએ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ પુરૂષ સંખ્યાતગણું છે. કેમકે તેઓ બૃહત્તર પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણિયેના આકાશ પ્રદેશોની રાશિના બરાબર છે. (૩૪) તેમની અપેક્ષાએ પણ સ્થલચર પંચેન્દ્રિય તિયચ સ્ત્રિ સંખ્યાતગણી અધિક છે, કેમકે તેઓ ત્રણ ગણી અને ત્રણ અધિક હોય છે. (૩૪) તેમની અપેક્ષાએ પણ જલચર પંચેન્દ્રિય તિર્યંચ પુરૂષ સંખ્યાત ગણા અધિક છે, કેમકે તેઓ બૃહત્તમ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણિયેના આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. (૩૬) તેમની અપેક્ષાએ જલચર પંચેન્દ્રિય તિર્યચિની સંખ્યાતગણી અધિક છે, કેમકે તેઓ ત્રણ ગણું અને ત્રણ અધિક હોય છે. (૩૭) તેમની અપેક્ષાએ પણ વનવ્યન્તર દેવ સંખ્યાતગણ અધિક છે. કેમકે સંખ્યાત કેડા-છેડી જન પ્રમાણ સૂચી રૂપ જેટલા ખંડ એક પ્રતરમાં થાય છે, તેટલા જ સામાન્ય વ્યન્તર દેવ છે, જેમાં દેવિ પણ સંમિલિત છે. તેમાંથી પુરૂષ વેદના ઊદય વાળા દેવ સંપૂર્ણ સમુદાયની અપેક્ષાએ કાંઈક ઓછા બત્રીસમા ભાગની બરાબર હોવાથી જલચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રિયોની અપેક્ષાએ તેઓ સંખ્યાત ગણું છે. (૩૮) વાનન્તર દેવેની અપેક્ષાએ વાવ્યન્તરી દેવીઓ સંખ્યાતગણી છે કેમકે દેવેની અપેક્ષાએ દેવીઓ બત્રીસ ગણી અને બત્રીસ અધિક છે. (૩૯) વનવ્યન્તર દેવીઓની અપેક્ષાએ તિષ્ણદેવ સંખ્યાતગણ અધિક છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૪૪