________________
આમ વર્ણ આદિ બધાને જોડવાથી ત્રિકોણ સંસ્થાનવાળા પુદ્ગલ ૨૦ પ્રકારના છે.
હવે ચતુષ્કોણ પુદ્ગલેના ૨૦ ભેદ દેખાડે છે.
જે પુદ્ગલે સંસ્થાનથી ચતુષ્કોણ છે, તેમાંથી વર્ણની અપેક્ષાએ કોઈ કુeણવર્ણ, કોઈ નીલવર્ણ, કઈ રક્તવર્ણ, કોઈ પીતવર્ણ, અને કઈ વેતવર્ણ વાળાં હોય છે. તેથી વર્ણની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ છે
ચતુષ્કોણ સંસ્થાનવાળાં પુદ્ગલેમાંથી કેઈ સુગન્ધવાળાં અને કેઈ દુર્ગન્ધ વાળાં હોય છે. તેથી ગંધની અપેક્ષાએ તેઓના બે ભેદ હોય છે.
ચતુષ્કોણ પુગલમાંથી રસની અપેક્ષાએ કોઇ તિક્ત, કઈ કટક, કેઈ કષાય, કેઈ અમ્લ, અને કોઈ મધુર રસવાળાં હોય તે. તેથી તેઓના રસની અપેક્ષાએ પાંચ ભેદ હોય છે.
- ચતુષ્કોણ સંસ્થાનવાળાં પુદ્ગલોમાં સ્પશની અપેક્ષાએ કોઈ કર્કશ સ્પર્શ વાળાં, કઈ કોમલ, કેઇ લધુ, કઈ શીત, કેઈ ઉણ, કેઈ ચિનગ્ધ, અને કઈ રૂક્ષ સ્પર્શવાળાં હોય છે. તેથી સ્પર્શની દષ્ટિએ ચતુષ્કોણ પુદ્ગલ આઠ પ્રકારના હોય છે. આ રીતે ચતુષ્કોણ સંસ્થાનવાળાં પુદ્ગલ વર્ણાદિની અપેક્ષાએ કરી ૨૦ પ્રકારના થાય છે.
હવે આયત સંસ્થાનવાળાં પુદ્ગલેનાં ૨૦ ભેદ બતાવે છે-જે પુદ્ગલ આયત સંસ્થાનવાળાં છે. તેઓમાં વર્ણની અપેક્ષાએ કઈ કૃષ્ણવર્ણવાળાં, કેઈ નીલ વર્ણવાળા, કેઈ લેહિત વર્ણવાળાં, કેઈ પીળાવર્ણવાળાં, અને કોઈ વેતવર્ણવાળાં, હોય છે. તેથી વર્ણની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ દેખાડવામાં આવ્યા છે.
આયત સંસ્થાનવાળાં પુદ્ગલેમાં કોઈ સુગન્ધવાળાં અને કઈ દુધવાળાં છે, તેથી ગની અપેક્ષાએ તેઓના બે ભેદ હોય છે.
આયત સંસ્થાનવાળાં પુદ્ગલેમાં રસની અપેક્ષાએ કઈ તિક્ત રસવાળાં, કઈ કક રસવાળાં, કઈ કષાય રસવાળાં, કઈ અન્સ રસવાળાં, અને કઈ મધુર રસવાળાં પણ હોય છે. તેથી રસની દષ્ટિએ તેઓના પાંચ ભેદ છે.
આયત સંસ્થાનવાળાં, પુમા સ્પર્શની અપેક્ષાએ કઈ કશ સ્પર્શ વાળા કઈ કે મળ સ્પર્શવાળા કઈ ગુરૂ સ્પર્શાવાળાં, કેઈ લઘુ સ્પર્શવાળાં, કઈ શીત સ્પર્શવળાં, કેઈ ઉsણ પશવાળાં, કઈ સ્નિગ્ધ સ્પર્શવાળાં, અને કઈ રૂક્ષ સ્પર્શવાળાં હોય છે. આ રીતે આયત સંસ્થાનવાળાં પુદ્ગલ સ્પર્શોને સાથે જોડતાં આઠ પ્રકારના છે, અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી જોડાતા ૨૦ પ્રકારના બને છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૫૪