________________
અને કેઈ આયત સંસ્થાન રૂપ પરિણામ વાળા પણ હોય છે. આ રીતે કષાય રસ પરિણામવાળાં પુગલના સંસ્થાનની અપેક્ષાએ પાંચ ભેદ છે. વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાન વડે એના ૨૦ ભેદ થયા.
હવે ખાટા રસવાળાં પુગલેના ૨૦ ભેદ વર્ણ આદિની અપેક્ષાએ બતાવે છે-જે પુદ્ગલે રસ દષ્ટિથી ખાટા રસવાળાં હોય છે. રંગની અપેક્ષાએ તેમાંથી કઈ કાળા વર્ણના પરિણામવાળાં, કઈ વાદળી રંગના પરિણામી, કોઈ લાલ રંગના પરિણામવાળાં, કાઈ પીળા રંગના પરિણામવાળાં, અને કેઈ સફેદ રંગના પરિણામવાળાં હોય છે, આ પ્રકારે રંગની અપેક્ષાએ ખાટા રસવાળા પુદ્ગલેના પાંચ વિકલપ બને છે.
જે પુદગલો અસ્ત (ખાટા) રસવાળાં છે. તેઓ ગંધની અપેક્ષાએ કઈ સુગંધવાળાં અને કઈ દુધવાળા હોય છે. આ રીતે ગંધની અપેક્ષાએ કરી તેમના બે ભેદ છે.
સ્પર્શની અપેક્ષાએ ખાટા રસવાળા પુદ્ગલેનું પરિણામ આઠ પ્રકારનું હોય છે. જેમકે કઈ કર્કશ સ્પર્શવાળાં, કેઈ મૃદુ સ્પર્શવાળાં, કઈ ગુરૂસ્પર્શ વાળાં, કેઈ લઘુ સ્પશવાળાં, કઈ શીત સ્પર્શવાળાં, કોઈ ઉષ્ણુ સ્પર્શવાળાં, કેઈ સ્નિગ્ધ સ્પર્શવાળાં, કેઈ રૂક્ષ સ્પર્શવાળાં હોય છે. આ રીતે આઠ સ્પર્શેની સાથે ખાટા રસવાળાં પુદ્ગલેના આઠ ભેદ બને છે.
હવે સંસ્થાની અપેક્ષાએ ખાટા રસવાળા પુદ્ગલેના પાંચ વિકલ્પ પ્રદર્શિત કરે છે જે પુગલે અસ્ફરસ પરિણામી હોય છે. તેમાંથી કોઈ પરિમંડલ સંસ્થાનવળાં, કેઈ વૃત્ત સંસ્થાન વાળાં, કેઇ ત્રિકોણ સંસ્થાનવાળા કેઈ ચતુષ્કોણ સંસ્થાનવાળાં અને કોઈ આયત સંસ્થાનવાળાં હોય છે. આ રીતે બધા મળીને અસ્ફરસ પરિણામી પુદ્ગલેના ર૦ ભેદ કહેલા છે.
હવે મધુર રસ પરિણત પુદ્ગલેના વર્ણ આદિની સાથે ૨૦ ભેદ દેખાડે છે.-જે પુદ્ગલે રસની અપેક્ષાએ મધુરરસ પરિણામવાળાં હોય છે, તેમાંથી વર્ણની દષ્ટિએ કઈ કાળા રંગવાળાં, કેઈ લીલા રંગવાળાં, કેઈ લાલ રંગ વાળા. કઈ પીળા રંગવાળાં, અને કઈ સફેદ રંગવાળાં હોય છે. આ રીતે એમના પાંચ ભેદ વર્ણની અપેક્ષાએ સમજવા જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૩૬