________________
રત્નમય, સ્વચ્છ, ચિકણા, કેમલ, દૃષ્ટ, પૃષ્ઠ, નીરજ, નિર્મળ, નિષ્પક, અને નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આનત-પ્રાકૃત ક૯પમાં જે અવતંસક છે તે સૌધર્મકલ્પના સમાન છે, પરંતુ વિશેષતા એ છે કે અહીં અશકાતુંસક આદિ ચાર અવતંસકોના મધ્યમાં પ્રાણતાવતુંસક છે. આ પાંચે અવતંસક સર્વરત્નમય છે, સ્વચ્છ છે, યાવત્ ચિકણા, કેમલ, વૃષ્ય, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિરાવરણ કાન્તિવાળા, પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતા જનક, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ છે. અહિં પર્યાપ્ત અને અપ. ર્યાપ્ત આનત પ્રાણુત દેના સ્વસ્થાન નિરૂપણ કરેલાં છે. તે સ્થાને, ઉપપાત અને સમુદ્રઘાત તેમજ સ્વસ્થાન ત્રણે અપેક્ષાથી લેકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા બધા આનત–તેમજ પ્રાણુત દેવ નિવાસ કરે છે. તેઓ મહર્થિક છે યાવત્ પ્રભાસિત કરે છે. અર્થાત મહાદ્યુતિક છે. મહાયશસ્વી છે. મહાબળ છે. મહાનુભાગ છે, મહાસુખ સંપન્ન છે, તેમના વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે, તેમની ભુજાએ કટકે અને ત્રુટિતથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડલ તેમજ કણપીઠના ધારક હોય છે. હાથમાં વિચિત્ર આભૂષણ પહેરે છે, તેમના મુગટ અદ્ભુત માલામય હોય છે. તેઓ કલ્યાણકારી અત્યુત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણકારી ઉત્તમમાળા અને અનુપના ધારક હોય છે. પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને પ્રકાશિત અને પ્રભાસિત કરતા રહે છે.
- આ આનત અને પ્રાણત કપમાં પ્રાણત નામના દેવેન્દ્ર દેવરાજ છે. તેમનું વર્ણન સનકુમારેન્દ્રના સમાન સમજવું જોઈએ, પરન્તુ વિશેષતા આ છે કે પ્રાણતેન્દ્ર ચાર વિમાનના વીસ હજાર સામાનિક દેના એંસી હજાર આત્મરક્ષક દેના તથા અન્ય ઘણા બધા આનત પ્રાણત કલ્પના દેવનું અધિ. પતિત્વ, અગ્રેસરત્વ, કરતા થકા પાલન કરતા કરતા નાટક, સંગીત, અને કુશલ વાદકો દ્વારા વાદિત વીણા તલ, તાલ, ત્રુટિત મૃદંગ આદિ વાદ્યોના નિરન્તર થનારા વનિની સાથે દિવ્ય ભેગૃભેગોને ભેગવતા રહે છે.
હવે પર્યાપ્ત-અપર્યાપ્ત આરણ--અશ્રુત દેના સ્થાનાદિની પ્રરૂપણ કરાય છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧