________________
શ્રી ગૌતથસ્વામી પ્રશ્ન પૂછે છે–ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત આરણ અચુત દેના સ્થાન ક્યાં કહ્યા છે? અર્થાત્ હે ભગવન્આરણ અયુત દેવ કયાં નિવાસ કરે છે?
શ્રી ભગવાન ઉત્તર દે છે-હે ગૌતમ ! આનત પ્રાણત નામના કલ્પના ઊપર સમાન દિશામાં અને સમાન વિદિશામાં ઘણું લાખ એજન, ઘણા કરોડ એજન; ત્યાં સુધી કે ઘણા કેડાછેડી જન ઊપર દૂર જઈને આરણ અને અચુત નામક બે કપ કહેલા છે ને કલ્પ પૂર્વ પશ્ચિમમાં લાંબા છે, ઉત્તર દક્ષિણમાં વિસ્તૃત છે. અર્ધ ચન્દ્રના આકારના છે. તિઓના સમૂહ તેમજ તે રાશિના સમાન આભાવાળા છે. તેમની લંબાઈ અને પહોળાઈ અસંખ્યાત કેડા કેડી
જનની છે, અને પરિધિ પણ અસંખ્યાત કોડા કેડી જનની છે, તે કલ્પ સર્વ રત્નમય છે, સ્વચ્છ છે, ચિકણ છે, મૃદુ છે, ઘષ્ટ છે, મૃષ્ટ છે, નીરજ છે, નિર્મળ, નિપંક અને નિરાકરણ કાન્તિવાળા છે, પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતા પ્રદ, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ કલ્પમાં આરણ અચુત દેના ત્રણ વિમાન છે, એમ મેં તથા અન્ય તીર્થકરોએ કહ્યું છે.
તે વિમાને સર્વરત્નમય છે, સ્વચ્છ છે, ચિકણા છે, કેમલ છે, દૃષ્ટ અને મૃષ્ટ છે, નીરજ, નિર્મળ, નિપક અને નિરાવરણ કાન્તિવાળાં છે, પ્રભાયુક્ત છે, શ્રીસંપન્ન છે, પ્રકાશપત છે, પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે, તે વિમાનો-કલ્પના એક દમ મધ્યભાગમાં પાંચ અવતંસક કહેલા છે. તેઓ આ પ્રકારે છે-(૧) અંકાલતંસક (૨) સ્ફટિકાવતંસક (૩) રત્નાવતંસક (૪) જાતરૂપાવતંસક (૫) અને આ ચારેની મધ્યમાં આરણ –અશ્રુત કપમાં પાંચમું અશ્રુતાવતંસક છે. આ પાંચે અવતંસક સર્વ રત્નમય છે થાવત્ પ્રતિરૂપ છે, અર્થાત્ સ્વરછ છે. ચિકણા છે. મૃદુ છે, વૃષ્ટ છે. મૃષ્ટ છે. નીરજ છે, નિર્મળ છે. નિષ્પક છે નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત, શ્રી સંપત્તિ, પ્રકાશમય, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ ઊપર કહેલાં સ્થાનમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત આરણ-અર્ચ્યુત દેવોના સ્થાન પ્રરૂપિત કરાયેલાં છે. આ સ્થાને ત્રણે અપેક્ષાએથી અર્થાત્ સ્વસ્થાન ઉપપાત અને સમુદ્રઘાતની અપેક્ષાએ લેકના અસંખ્યતમ ભાગમાં છે. આ સ્થાનમાં બહુ સંખ્ય આરણે અશ્રુત દેવ નિવાસ કરે છે. આહિં અચ્છુત નામક દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે. તેમની વક્તવ્યતા પ્રાણુત ઈન્દ્રના સમાન સમજવી જોઈએ, યાવત્ તે મહર્ધિક, મહાતિક, મહાયશસ્વી, મહાબલ, મહાનુભાગ અને મહાસુખવાનું છે. તેમનું વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડળ, અને ગંડ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧