________________
તથા એક લાખ સાઠ હજાર આત્મરક્ષક દેવેના અધિપતિત્વને કરે છે. યાવત્ શબ્દથી ચાર લેક પાસેના, તેત્રીસ ત્રાયશ્ચિંશ દેના, સાત અનકના, સાત અનીકાધિપતિનુ અધિપતિત્વ, અગ્રેસરત્વ કરતા રહિને નાટક, ગીત તથા વીણા તલ, તાલ, ગુટિત, મૃદંગ આદિન નિરન્તર થનાર મધુર વિનિની સાથે દિવ્ય ભેગોને ભેગવતા રહે છે.
હવે પર્યાપ્ત તથા અપર્યાપ્ત સહસ્ત્રાર દેવના સ્થાનની પ્રરૂપણા કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત સહસ્ત્રાર દેના સ્થાન કયાં કહ્યાં છે, અર્થાત્ સહસાર દેવ કયાં નિવાસ કરે છે.
શ્રી ભગવાન ઉત્તર દે છે-હે ગૌતમ ! મહાશુક ક૯૫ના ઊપર સમાન દિશા અને સમાન વિદિશામાં યાવત્ ઘણા કડા કેડી ચેજન દૂર જઈને ત્યાં સહસ્ત્રાર નામને કહ્યું છે. તે ક૯૫ પૂર્વ પશ્ચિમમાં લાબ તથા દક્ષિણ અને ઉત્તરમાં વિસ્તીર્ણ છે. એ કલ્પની વક્તવ્યતા બ્રહ્મલેક કલપના સમાન સમજવી જોઈએ. એ રીતે તે લંબાઈ–પહોળાઈમાં અસંખ્ય કરોડ જનને છે, અને તેનો પરિક્ષેપ પણ અસંખ્યાત કરોડ જનને છે. તે સર્વરત્નમય, સ્વચ્છ, ચિકણે કમળ, નીરજ, નિમળ, નિષ્પક, નિરાવરણ કાન્તિવાળા, પ્રભાયુક્ત શ્રીસંપન્ન દર્શનીય, પ્રસન્નતાજનક, અભિરૂપ અને પ્રતિરૂપ છે. કિન્તુ પહેલાથી તેની વિશેષતા એ છે કે તેમાં વિમાન છ હજાર છે, એમ મેં તથા અન્ય તીર્થકરે એ પણ કહ્યું છે.
આ કલ્પના દેવેનું વર્ણન બ્રાલેક કપના દેના સમાનજ સમજવું જોઈએ, યાવત્ તેઓ મહર્ધિક, મહાઇતિક, મહાયશસ્વી, મહાબલ, મહાનુભાગ અને મહાસુખવાનું છે. તેમનું વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે. તેમની બુજાએ કટકે અને ત્રુટિતેથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડળ અને કર્ણ પીઠના ધારક હોય છે. હાથમાં વિચિત્ર આભૂષણ ધારણ કરે છે. તેમના મુગટ અદ્ભુત માલામય હોય છે. કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણ કારી શ્રેષ્ઠમાલા અને અનુંલેપનના ધારક હોય છે. તેમના દેહદેદીપ્યમાન હોય છે. લાંબી વનમાલા ધારણ કરે છે. પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને પ્રકાશિત તેમજ પ્રભાસિત કરતા રહિને પિતા પોતાના વિમાનોના આધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહારકત્વ, તેમજ આજ્ઞા-ઇશ્વર સેનાપતિત્વ કરતા રહિને તેનું પાલન કરતા રહિને, નાટક ગીત અને કુશલ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧