________________
તથા અપર્યાપ્ત પિશાચદેના સ્થાન કહેલા છે. સ્વાસ્થાન, ઉપપાત અને સમુદુઘાત ત્રણે અપેક્ષાઓથી તે લેકના અસંખ્યાતમા ભાગમાં છે. આ સ્થાનમાં બહુ સંખ્યક પિશાચ દેવ નિવાસ કરે છે.
- આ પિશાચ દેવ મહાન રૂદ્ધિના ધારક છે, વિગેરે વર્ણન જેવું સમુચ્ચયવાન વ્યંતરનું કરેલું છે. તેવું જ પિશાચ દેવેનું પણ સમજી લેવું જોઈએ થાવતુ તેઓ મહાતિમાન છે, મહાયશવાનું છે, મહાબલ છે, મહાન ભાગ છે. મહાસુખવાનું છે. તેમના વક્ષસ્થલ મુક્તાહારથી સુશોભિત રહે છે. તેમની ભુજાએ કટકે તથા ત્રુટિત નામક આભૂષણથી સ્તબ્ધ રહે છે. તેઓ અગંદ, કંડલ અને ગંડસ્થલને સ્પર્શ કરનારા કર્ણ પીઠ નામક આભૂષણના ધારક હોય છે. હાથમાં વિચિત્ર આભરણ ધારણ કરે છે. અદ્દભૂત માલાથી યુક્ત મુગટ પહેરે છે. કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રો ધારણ કરે છે. કલ્યાણકારી ઉત્તમ માલા તેમજ અનલેપનના ધારક હોય છે તેમના શરીર દેદીપ્યમાન હોય છે. લાંબી વન માળાથી વિભૂષિત હોય છે. પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશેદિશાઓને પ્રકાશિત તેમજ પ્રભાસિત કરતા રહીને, અસંખ્ય લાખ નગરાવાસના અધિ પતિત્વ આદિ કરતા કરાવતા, નાટક ગીત તેમજ કુશવાદ દ્વારા વગાડેલ વીણા, તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિથી નિરન્તર ઉત્પન્ન થયેલ વિનિની સાથે દિવ્ય ભેગેપગને ભેગવતા થકા રહે છે.
હવે પિશાચેન્દ્ર કાલ તથા મહાકાલના સ્થાન આદિની પ્રરૂપણા કરાય છે ઉપર્યુક્ત સ્થાનોમાં કાલ તથા મહાકાલ નામક બે પિશાચેન્દ્ર તેમજ પિશાચ રાજ નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક, મહાહુતિ, મહાયશસ્વી, મહાબલવાન મહાનુભાગ. મહાસુખલાન હારથી સુશોભિત વક્ષસ્થળ વાળા કટક તથા ત્રુટિત નામના આભૂષણોથી સ્તબ્ધ ભુજાવાળા. અંગદ, કુંડલ તથા ગંડસ્થળને ઘસાતા કર્ણ પીઠના ધારક, હાંના અદ્ભૂત શાભરણોથી યુક્ત, અદ્ભુત માલાવાળા મગટન ધારક, કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્ર પહેરવાવાળા અને કલ્યાણ કર માલા તથા અનલેપના ધારક હોય છે. તેમનાં શરીર દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળાને ધારણ કરે છે. તેઓ પિતાને દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઆને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતા પિતાના અસંખ્યાત લાખ નગરા વાસના આધિપત્ય આદિ કરતા કરાવતા અને તેમનું પાલન કરતા રહિને દિવ્ય ભગોપગોને ભેગવતાં રહિને વિચરે છે.
હવે દક્ષિણ દિશાના પિશાચ દેવોના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! દક્ષિણ દિશામાં રહેનારા પિચ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૬૭