________________
બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક જેને જે સ્થાન કહેલાં છે તે ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં જ થાય છે. તેથીજ કઈ અસંગતિ થતી નથી. તેથી સમુદ્યાતની અપેક્ષા પણ લેકના અસંખ્યામાં ભાગમાં જ કહેશે અન્યથા સમુદ્દઘાતક અવસ્થામાં સ્વસ્થાનના સિવાય અન્ય ક્ષેત્રમાં રહેવું સંભવિત હોવાથી અસંખ્યાત ભાગમાં સ્થિતિ નથી ઘટતી. એ અભિપ્રાયથી કહ્યું છે–સમુદ્રઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં પર્યાપ્ત બાદર પૃથ્વી કાયિકના જીવ થાય છે. તાત્પર્ય એ છે કે બાદર પૃથ્વીકાયના પર્યાપ્ત જીવ પછી તે સોપમ આયુષ્યવાળા હોય અથવા નિરૂપકમ આયુષ્યવાળા, જ્યારે ભૂજ્યમાન આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે છે તે પરભવની આયુ બન્ધ કરી ને મારણાન્તિક સમુદ્ધાત કરે છે, ત્યારે તેમના આત્મ પ્રદેશ ફેલાઈ જાય છે. ફરીથી તેઓ લેકના અસંખ્યાતમા ભાગમાં જ પેદા થાય છે, કેમકે ચેડા છે. તેઓના બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તનું આયુષ્ય હજુ ક્ષીણ નથી થયેલ તેથી જ બાદર પૃથ્વીકાયિક પણ ઉપલબ્ધ થાય છે.
આ પ્રકારે બાદર પર્યાપ્તક પૃથ્વી કાયિકોના સ્વાસ્થાન માત્ર જ કહ્યા છે. હવે તે બતાવે છે કે સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના કેટલા ભાગમાં રહે છે– સ્વસ્થાનની અપેક્ષાએ લેંકના અસંખ્યાતમાં ભાગ થાય છે.
રત્નપ્રભા આદિ ભૂમિ એમના સ્થાન છે. તે બધાં મળીને પણ લેકના અસંખ્યાતમા ભાગમાં છે. રત્નપ્રભા પૃથ્વીનો પિંડ એક લાખ એંસી હજાર
જનને છે, એ પ્રકારે અન્ય અન્ય પૃથ્વીઓની મોટાઈ પણ કહી લેવી જોઈએ, પાતાલ કલશ પણ એક લાખ જન અવગાહ વાળા હોય છે, નરકા વાસ ત્રણ હજાર જન ઊંચે હોય છે, વિમાન બત્રીસસે જન વિસ્તારવાળાં હોય છે. તેથી જ આ બધા પરિમિત હોવાને કારણે એકઠાં મળીને પણ લેકના અસંખ્યાતમાં ભાગ જ હોય છે.
હવે શ્રી ગૌતમસ્વામી પૂછે છે–હે ભગવન અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક ના સ્થાન સ્વસ્થાન આદિ ક્યાં કહેલાં છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે ગૌતમ ! જ્યાં બાદર પૃથ્વીકાયિકના સ્થાન કહ્યાં છે, ત્યાં જ તેમના–અપર્યાપ્તકે ના પણ સ્થાન કહેલા છે. ઉપપાતની અપેક્ષાએ સમસ્ત લેકમાં તથા સમુદુઘાતની અપેક્ષાએ પણ સમસ્ત લોકમાં બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત જીવ રહે છે. કેમકે તેઓ સ્વભાવથી જ ઘણું હોય છે. તેમાંથી કોઈને ઉપપાત હજુ ગતિએ હોય છે અને કેઈને વકગતિએ પણ થાય છે. તેમાંથી જુ ગતિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૮૯