________________
કુમાર અસુરકુમાર કહેવાય છે એજ રીતે નાગકુમાર વિગેરે સમજી લેવાના છે. આ દેવકુમારોને સમાન વિલાસ કરે છે. તેથી કુમાર કહેવાય છે. તેઓ કુમારની જેમ અતિ કોમળ હોય છે, મૃદુ, મધુર, અને લલિત ગતિવાળા હોય છે.
શૃંગારની બાબતમાં નાના પ્રકારની વિશિષ્ટ અને વિશિષ્ટતર ઉત્તરવિકિયા કર્યા કરે છે. આટલા રૂપ, વેષ, ભૂષા, આયુષ્ય પ્રહરણ, યાન, વાહન, આદિ કમરની જેમ ઠાઠ માઠવાળા હોય છે, આ કુમારની જેમ તીવ્ર અનુરાગવાળા અને કીડા પરાયણ હોય છે. તેથી તેમના નામની સાથે કુમાર પદ જોડાય છે.
આ ભવનવાસીદેવ સંક્ષેપથી બે પ્રકારના હોય છે પર્યાપ્તક અને અપર્યાપ્તક, ઉપસંહાર કરતા કહે છે–આ ભવનવાસી દેવેની પ્રરૂપણાનું નિરૂપણ પુરૂ થયું.
હવે પ્રશ્ન છે-વાન વ્યંતર દેવ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપે-વાન વ્યંતર દેવે આઠ પ્રકારના હોય છે, જેમકે (૧) કિન્નર (૨) ઝિપુરૂષ (૩) મહેરગ (૪) ગન્ધર્વ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત અને (૮) પિશાચ.
અન્તરનો અર્થ થાય છે અવકાશ આશય કે જગ્યા જે દેવને આશ્રય વિવિધ પ્રકારના ભવન નગર આદિ હોય તે વ્યંતર કહેવાય છે અથવા વ્યન્તર શબ્દને બીજો અર્થ છે–જેમાં મનુષ્યથી અન્તર ન હોય તે વ્યંતર કેમકે કઈ કઈ વ્યંતર ચકવત, વાસુદેવ આદિ મનુષ્યની ભૂત્ય-સેવકની જેમ સેવા કરે છે. તેથી જ તેઓમાં અને માણસમાં કેઈ અન્તર હેતું નથી. તેઓ મનુ
ના જેવાજ છે. અગર તે જેઓના અન્તર વિવિધ પ્રકારના હોય તે વ્યન્તર જેવાં કે પર્વતાન્તર કન્દરાન્તર વનાન્તર આદિ જે દેવો વનમાં નિવાસ કરે છે તેઓ વનવ્યન્તર કહેવાય છે એવા વ્યક્તોને વીનવ્યાન્તર કહે છે
- આઠ પ્રકારના વ્યંતરમાથી કિન્નર દેવ દશ પ્રકારના છે. જેમ-(૧) કિન્નર (૨) કિં પુરૂષ (કિ પુરૂષોત્તમ) (૪) કિન્નરોત્તમ (૫) હૃદયંગમ (૬) રૂપ શાલી (૭) અનિન્દિત (૮) મનોરમ (૯) ૨તિપ્રિય (૧૦) રતિશ્રેષ્ઠ
કિપુરૂષ પણ દશ પ્રકારના હોય છે. (૧) પુરૂષ (૨) પુરૂષ (૩) મહા પુરૂષ (૪) પુરૂષ વૃષભ (૫) પુરૂષોત્તમ (૬) અતિપુરૂષ (૭) મહાદેવ (૮) મરત (૯) મેરૂપ્રભ અને (૧૦) યશસ્વને,
મહારગ પણ દશ પ્રકારના હોય છે–(૧) ભુજગ (૨) ભેગશાલી (૩) મહાકાય (૪) અતિકાય (૫) સ્કન્ધશાલી (૬) મને રમ (૭) મહાવેગ (૮) મહા યક્ષ (૯) મેરૂકાન્ત અને (૧૦) ભાસ્વન્ત.
ગંધર્વ બાર પ્રકારના હોય છે-(૧) હાહા (૨) હૂ હૂ (૩) તુ... (૪) નારદ (૫) રૂષિવાદ (૬) ભૂતવાદિક (૭) કાદમ્બ (૮) મહાકાદમ્બ () રૈવત (૧૦)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૮૨