________________
છે એવા નિહ્નવ વિગેરેથી અને મિથ્યાદ્રષ્ટિએથી દૂર રહેવું, તેની સાથે પ્રગાઢ સંપર્ક ન રાખવે સમ્યકત શ્રદ્ધાન છે અર્થાત્ જે એનું પાલન કરે છે તેઓમાં સમ્યક્ત્વ થાય છે.
ઉપર્યુક્ત દર્શનના આઠ આચાર છે. તેમનું સમ્યફ પ્રકારે પાલન કરવું અતીવ આવશ્યક છે. તેઓનું અતિક્રમણ કરવાથી સમ્યકત્વનું પણ અતિકમણ થઈ જાય છે. તેથીજ એ આચારને બતાવવા માટે કહે છે-(૧) નિશક્તિ (૨) નિષ્કાંક્ષિત (૩) નિર્વિચિકિત્સ (૪) અમૂદ્ધદષ્ટિ (૫) ઉપભ્રંહણ (૬) સ્થિરી કરણ (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના આ આઠ સમ્યકત્વના આચાર છે. તેઓનું સ્વરૂપ આ પ્રકારે છે
(૧) નિઃશંક્તિ-દેશતઃ અથવા સર્વતઃ શંકા ન કરવી તે નિઃ શકિત આ ચાર છે. કેઈ એક જિનેક્ત વિષયમાં શંકા કરવી તે દેશ શંકા છે અને સામાન્ય રૂપે સમસ્ત પ્રવચન ઉપર શંકા કરવી તે સર્વશંકા છે.
યથા–જ્યારે બધાજીવ સ્વભાવથી સમાન છે. તે પછી કઈને ભવ્ય અને કેઈને અભવ્ય કેમ કહેલ છે? આ દેશ શંકા છે. આ આખું પ્રવચન શું કલ્પિતતે નહિ હોયને કેમકે પ્રાકૃત ભાષામાં રચિત છે એવી શંકા થવી તે સર્વ શંકા છે. કિન્તુ દેશ શંકા અગરતો સર્વ શંકા કરવી તે ઉચિત નથી જણાતું.
ભાવ બે પ્રકારના હોય છે-હેતુગ્રાહ્ય અને હેતુ ગ્રાહ્ય. જીવની સત્તા આદિ હેતુ ગ્રાહ્ય છે. કેમકે તેમને સિદ્ધ કરનારા પ્રમાણ વિદ્યમાન છે. અભ. વ્યત્વ આદિ ભાવ અહેતુ ગ્રાહ્ય છે. કેમકે તેમના હેતુ લકત્તર જ્ઞાન દ્વારાજ જાણી શકાય છે.
અમારી દષ્ટિએ તેમને સાધક હેતુને સંભવ નથી સિદ્ધાન્તની પ્રાકૃત ભાષામાંજ રચના કરી છે. તે બાલ આદિ જેના અનુગ્રહ માટે છે કહ્યું પણ છે ચારિત્રના અભિલાષી બાલ, સી, મન્દ તેમજ મુખ મનુષ્ય પર અનુગ્રહ કરવા માટે તત્વજ્ઞાની પુરૂએ પ્રાકૃતમાં સિદ્ધાન્તની રચના કરી છે.
તેનાથી અતિરિક્ત સિદ્ધાન્તનું પ્રાકૃત ભાષામાં રચાવું તે પ્રત્યક્ષ કે અનુ માન પ્રમાણુથી વિરૂદ્ધ નથી. આ સ્થિતિમાં તેનું કલિપત હોવાની આશંકા કેમ કરી શકાય? સર્વજ્ઞ સિવાય અન્ય કોઈના વચન પ્રત્યક્ષ અનુમાનથી વિરોધી નથી થતાં
જિન શાસન અસંદિગ્ધ છે એ પ્રકારે સમજીને જે જીવ જનશાસનને સ્વીકાર કરે છે. દર્શનનું આચરણ કરવાને કારણે તેજ જીવ તેની મુખ્યતાની વિવક્ષા કરવાથી દશનાચાર કહેવાય છે. કેમકે દર્શન અને દર્શનીમા કથંચિત અભેદ હોય છે. જે દર્શન અને દર્શનીમાં સર્વથા ભેદ મનાય તે અદશનીના સમાન દર્શનીને પણ દર્શનનું ફલ પ્રાપ્ત ન થવું જોઈએ અને મોક્ષને અભાવ થવો જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૬૩