________________
(૨) નિષ્કાંક્ષિત કાંક્ષા અર્થાત્ અભિલાષા જેમાં ન રહિ ગઈ હોય તેને નિષ્કાંક્ષિત કહે છે. અર્થાત્ જે દેશકાંક્ષા અને સર્વકાંક્ષાથી રહિત છે તે નિષ્કાક્ષિત દેશકાંક્ષા જેમકે કોઈ દિગમ્બરાદિ દશનની કાંક્ષા કરે છે, અને સર્વકાંક્ષા જેમકે બધાં દર્શને સારાં છે એમ વિચારવું પરંતુ આ બન્ને કાંક્ષાઓ
ગ્ય નથી. કેમકે અન્ય દર્શનોમાં ષડૂ જવનિકાયની પીડા અને અસત્વરૂપણને સદ્ભાવ છે. (૩) નિર્વિચિકિત્સ–વિચિકિત્સાને અર્થ છે મતિ ભ્રમ અર્થાત ફળમાં સહ કર. જેમાં આ પ્રકારની વિચિકિત્સા ન હોય તે નિવિચિકિત્સ કહેવાય છે. જિન શાસન છે તે સારું પણ તેમાં પ્રવૃત્તિ કરવાથી મને તેનાથી ફળની પ્રાપ્તિ થશે કે નહીં. કેમકે ખેડૂતોની ક્રિયા બન્ને પ્રકારની જોવામાં આવે છે. આવા પ્રકારના વિક૯પ વગરના જે છે અને જેમને આવો વિશ્વાસ હોય કે પરિપૂર્ણ ઉપાયથી ઉપેયની પ્રાપ્તિ થાય છે. આ નિર્વિચિકિત્સ કહેવાય છે,
(૪) અમૂઢદષ્ટિ-જેની દષ્ટિ મૂઢ ન હોય અર્થાત્ તપસ્વીના તપ તેમજ વિદ્યા સંબન્ધી અતિશયોને જોઈને પણ જેમની શ્રદ્ધા ચલાયમાન ન થાય તે અમૂઢ દપિટ કહેવાય છે-જેમકે સુલક્ષા શ્રાવિકા. અઅડ સંન્યાસીની સમૃદ્ધિ ને જોઈને પણ તે મોહને પ્રાપ્ત ન થઈ હતી. એજ રીતે ગુણિ પ્રધાન આચારનું કથન કરીને હવે ગુણ પ્રધાન આચારનું કથન કરે છે
(૫) ઉપબૃહણ–સાધમિક જનેના સગુણોની પ્રશંસા કરીને તેમની વૃદ્ધિ કરવી તે ઉપવૃંહણ આચાર છે.
(૬) સ્થિરીકરણ-ધર્મથી ડગતા જીને ધર્મમાં દઢ કરવા તે સ્થિરી કરણ આચાર છે.
(૭) વાત્સલ્ય-સમાન ધાર્મિક જનોને પ્રેમ પૂર્વક ઉપકાર કરે તે વાત્સલ્ય આચાર છે.
(૮) પ્રભાવના-ધર્મનું વ્યાખ્યાન આદિ કરીને તીર્થની ખ્યાતિ વધારનાર
આ ચારેમાં ગુણ પ્રધાનતાને નિર્દેશ કરીને ગુણ અને ગુણીને કથંચિત અભેદ સૂચિત કરેલ છે અગર તેઓમાં એકાન્ત અભેદ માનવામાં આવે તો ગુણની સત્તા નહીં રહે અને ગુણના અભાવમાં ગુણીનો પણ અભાવ થઈ જશે.. એ માટે ગુણ અને ગુણીને અભાવ થવાથી શૂન્યતાને પ્રસંગ આવશે.
આ આઠ દર્શનાચાર બતાવ્યાં છે. હવે પ્રસ્તુતનો ઉપસંહાર કરે છે–આ સરાગ દર્શનાર્યની પ્રરૂપણા પુરી થઈ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
१६४