________________
તાત્પર્ય એ છે કે પાણીમાં પડેલું તેલનું એક ટીપું પણ સમસ્ત પાણી માં ફેલાઈ જાય છે, એ રીતે એક પદથી ઉત્પન્ન રૂચિવા જે આત્મા વિશિ > પશમના કારણથી સમસ્ત પદાર્થોમાં રૂચિમાન બની જાય છે તેને બીજ રૂચિ સમજવો જોઈએ.
જેણે અગીયાર અંગેનું પ્રકીર્ણકને અથવા દષ્ટિવાદ નામના બારમાં અંગને અર્થ સહિત જાણેલ છે. તેના સમ્યક્ત્વને અભિગમ રૂચિ જાણવું જોઈએ.
જેણે સમસ્ત ભાવને સમસ્ત પ્રમાણે દ્વારા તેમજ સર્વનય વિવેક્ષાઓથી જાણેલ છે. તેનું સમ્યક્ત્વ વિસ્તાર રૂચિ છે. બધા પદાર્થોના પર્યાય સમહતું જ્ઞાન થવાથી તેની રૂચિ અતિ નિર્મળ હોય છે.
દશન, જ્ઞાન અને ચારિત્રમાં. તપમાં, વિનયમાં, ઈ આદિ સમિતિઓ તથા મને ગુપ્તિ આદિ ગુપ્તિઓમાં જે કિયા ભાવ રૂચિવાળા હોય છે અર્થાત્ દર્શન આદિના આચારના અનુષ્ઠાનમાં જેની રૂચિ થાય છે તે ક્રિયા રૂચિ છે.
હવે સંક્ષેપ રૂચિની વિસ્તારથી પ્રરૂપણ કરે છે જેણે કુદૃષ્ટિને અર્થાત્ મિથ્યાદૃષ્ટિને ગ્રહણ નથી કરી. અને જે અહંત પ્રણીત પ્રવચનમાં પ્રવીણ નથી થતા. જે કપિલાદિ પ્રણીત પ્રવચનને ઉપાદેય નથી માનતા તેઓ સંક્ષેપ રૂચિ છે.
અહીં ગાથામાં આવતા પ્રયુક્ત પહેલા અનભિગૃહીત પદથી અન્ય દશને ના પરિગ્રહને નિષેધ કરેલ છે. અને બીજા અનભિગૃહીત પદથી પરદશનના પરિજ્ઞાન માત્રને નિષેધ કર્યો છે. તેથીજ પુનરૂક્તિ દોષ આવતું નથી. જે પુરૂષ તીર્થકર ભગવાન દ્વારા પ્રતિપાદિત અસ્તિકાય ધર્મપર અર્થાત ધર્મસ્તિકાય આદિના ગતિસહાયકત્વ આદિ ધર્મોપર, કૃતધર્મ તથા ચારિત્ર ધર્મ પર શ્રદ્ધા કરે છે, તેનું સમ્યકત્વ ધરૂચિ સમજવું જોઈએ.
નિસર્ગ આદિ ઉપાધિના ભેદ વડે દશ પ્રકારના રૂચિરૂપ દશનનું પ્રતિ પાદન કરાયું છે.
હવે તેની ઉત્પત્તિના કારણોને દેખાડવા માટે કહે છે
પરમાર્થ અર્થાત્ જીવાદિક તાત્વિક પદાર્થોને સંસ્તવ અર્થાત્ પરિચય પ્રાપ્ત કરે, બહુમાન પૂર્વક તેને સમજવાનો પ્રયત્ન કરવો. જેઓએ જીવાદિ તને સારી રીતે જાણું લીધાં છે અને તેની સેવા અર્થાત્ ઉપાસના કરવી તેમજ તેઓનું યથાશક્તિ વૈયાવૃત્ય કરવું તથા જેઓએ સમ્યકત્વનું વમન કરેલું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૬ ૨