________________
(૬) અભિગમરૂચિ અભિગમને અર્થ છે વિશિષ્ટ જ્ઞાન, તેના નિમિત્તથી જેને પૂર્વોક્ત રૂચિ ઉત્પન્ન થાય તે અભિગમ રૂચિ છે.
(૭) વિસ્તાર રૂચિ-વિસ્તાર અર્થાત્ વ્યાસ અર્થાત્ સંપૂર્ણ દ્વાદશાંગનું વિવિધ નયેની અપેક્ષાએ પર્યાલચન કરવું એમ કરવાથી ઉત્પન્ન થતી રૂચિ તે વિસ્તાર રૂચિ કહેવાય છે.
(૮) ક્રિયારૂચિ-ક્રિયામાં અર્થાત્ સમ્યફ પ્રકારે સંયમના અનુષ્ઠામાં જેની રૂચિ હોય તે કિયા રૂચિ છે. " (૯) સંક્ષેપરૂચિ-વિસ્તૃત અર્થનું પરિજ્ઞાન ન હોવાથી સંક્ષેપમાંજ જેની રૂચિ થાય તે સંક્ષેપ રૂચિ છે.
(૧) ધર્મરૂચિ-અસ્તિકાય રૂપ ધર્મમાં અથવા કૃત આદિમાં જેમની રૂચિ હોય તે ધર્મ રૂચિ છે.
આ ગાથાઓને સંક્ષિપ્ત અર્થ છે તેઓને વિસ્તૃત અર્થ નીચે પ્રમાણે છે
જે પુરૂષે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર તથા “ઘ' થી બન્ય આદિ પદાર્થોને પિતાની બુદ્ધિથી પરોપદેશ વિના જાતિ સ્મરણાદિ દ્વારા યથાર્થ પણે જાણી લીધાં છે અને કેવળ નામ જ નથી લીધાં પણ તેઓ પ્રત્યે રૂચિ પણ કરી છે, તત્વ રૂપે આત્મસાત્ પરિણત કરેલ છે. તેના સમ્યકત્વને નિસર્ગ રૂચિ સમજવી જોઈએ.
જે તીર્થકર ભગવાન દ્વારા ઉપદેશેલા ભાવની ચાર પ્રકારથી દ્રવ્ય ક્ષેત્ર, કાલ, અને ભાવથી પરોપદેશ વિના જાતેજ શ્રદ્ધા કરે છે. અને એ વિશ્વાસ કરે છે કે જીવાદિ તત્વનું સ્વરૂપ જેવું તીર્થકર ભગવાને કહ્યું છે તેવું જ છે. તેમાં ફેરફાર નથી. તેમનું સમ્યક્ત્વ. નિસર્ગ રૂચિ સમજવું જોઈએ. જે છત્મ
સ્થ અગર જિનના દ્વારા ઉપદિષ્ટ જીવાદિ તત્વે પર શ્રદ્ધા કરે છે તેમનુ સમ્યકુત્વ ઉપદેશ રૂચિ કહેવાય છે.
જે છસ્થ અગર જેના દ્વારા ઉપદેશાયેલ જીવાદિક તત્વે પર શ્રદ્ધા કરે છે. તેનું સમ્યકત્વ ઉપદેશ રૂચી કહેવાય છે.
જે પુરૂષ અર્થના સાધક હેતુ યુક્તિ તથા તર્કને ન જાણતો હોય પણ કેવળ જિનાજ્ઞાથીજ તત્વે પર શ્રદ્ધા કરે છે અને સમજે છે કે આ તો આવાં જ છે તેમાં ફેરફાર નથી તેનું સમ્યકત્વ આજ્ઞા રૂચિ કહેવાય છે.
જે પુરૂષ સૂત્રનું અધ્યયન કરતા કરતાં શ્રુત દ્વારા જ સમફત્વમાં અવગાહના કરે છે, પછી તે શ્રત અંગ પ્રવિષ્ટ હોય અથવા અંગે બાહ્ય હોય તે સમ્યકત્વ સૂત્ર રૂચિ કહેવાય છે.
પાણિમાં પડેલા તેલના ટીપાંની જેમ જેને માટે સૂત્રનું એક પદ અનેક રૂપમાં પરિણત બની જાય છે તેને બીજ રૂચિ કહેવાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ ૧
૧૬૧