________________
રૂપ જે સમય તેને અદ્ધા સમય કહે છે. અથવા અદ્ધાને જે સમય તે અદ્ધાસમય છે. સમય નિવિભાગ ભાગરૂપ હોય છે
શંકા—આપે જેમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશો કહ્યા. એજ પ્રમાણે અદ્ધાસમયના દેશ અને પ્રદેશો કેમ કહ્યા નથી?
ઉત્તર–માત્ર વર્તમાનકાળનું જ સર્વ (અસ્તિત્વ) છે. તે વર્તમાનકાળ એક સમય રૂપ હોય છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ વિનષ્ટ અને અનુત્પન્ન હોવાને કારણે સવરૂપ નથી. તેથી કાયના અભાવને લીધે કાળના દેશ અને પ્રદેશ સંભવી શકતા નથી.
શંકા-કાળ અને આકાશ, આ બને લોકમાં જાણીતા છે, તેથી તેમના અસ્તિત્વને સ્વીકાર કરી શકાય છે, પરન્તુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તે લોકમાં જાણીતા નથી. તે તેમનું અસ્તિત્વ કેવી રીતે માની શકાય?
ઉત્તર– આપની વાત ખરી છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને પ્રત્યક્ષ અનુભવ કરી શકતા નથી, પરંતુ ગતિ અને સ્થિતિમાં મદદ રૂપ થવાનું તેમનું કાર્ય તે સર્વ સંમત છે. તેથી આ તેમના કાર્યો દ્વારા અનુમાન પ્રમાણુથી તેમનું સત્ત્વ (અસ્તિત્વ) સ્વીકારવામાં આવ્યું છે જેમ ચક્ષુ આદિ ઈન્દ્રિય અપ્રત્યક્ષ હોવા છતાં પણ રૂપાદિનું જ્ઞાન થવા રૂપ કાર્ય દ્વારા તેમને સદ્ભાવ માનવામાં આવે છે, એ જ પ્રમાણે ધર્મ અને અધમ દ્રવ્યોને, ગતિસ્થિતિ સ્વભાવવાળા છે અને પુદ્ગલેની ગતિ અને સ્થિતિમાં કારણરૂપ હોવાથી કાર્ય ને લીધે અનુમાન પ્રમાણુ દ્વારા સ દ્વાવ માનવામાં આવ્યા છે. આ પ્રકારે શાસ્ત્રાનુસાર અરૂપી અજીવ દ્રવ્યનું-ધર્માસ્તિકાયનું, અધમસ્તિકાયનું, આકાશાસ્તિકાયનું અને તેમના દેશ પ્રદેશોનું તથા કાળદ્રવ્યનું કથન કરવામાં આવ્યું. હવે સૂત્રકાર ઉપસંહાર કરતાં કહે છે કે–“રે જે અવિ એવામાં આ પ્રકારનું અરૂપી અછવાભિગમનું સ્વરૂપ છે. એટલે કે તેના દસ પ્રકારનું વર્ણન અહીં પૂરું થાય છે.
અરૂપી અજીવ દ્રવ્યનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર રૂપી અજીવ દ્રવ્યોનું નિરૂપણ કરે છે –“ fk ઋષિ અનીવામિ ?” હે ભગવન્ ! રૂપી અજીવ દ્રવ્યનું સ્વરૂપ કેવું છે? તેને ઉત્તર આ પ્રમાણે આપવામાં આવ્યા છે-“વિ અનીવામિ ચરિવ્ય gov?” રૂપી અછવાભિગમ ચાર પ્રકારને કહ્યો છે. “તે પ્રકારે નીચે પ્રમાણે છે(વંધા, હા , વધcgge, vમાણુ યાત્રા” (૧) સ્કન્ધ, (૨) સ્કન્ધદેશ, (૩) સ્કધ. પ્રદેશ અને (૪) પરમાણુ પુલ. જે સ્થૂલ અવયવી છે તેમને સ્કન્ધ કહે છે. અવયવ રૂપ જે સૂક્ષ્મ પુદ્ગલો છે તેમને પરમાણુ કહે છે. સ્કોમાં અનંતતા પ્રકટ કરવાને માટે “ ધ” આ પ્રકારને બહુવચનવાળે પ્રગ કરાય છે. કહ્યું પણ છે કે-“વ i gટરિવાર અરે” સ્કન્ધ રૂપ પરિણામને ત્યાગ કર્યા વિના માત્ર બુદ્ધિથી જ કલ્પવામાં આવેલા સ્કન્ધના બે, ત્રણ આદિ પ્રદેશોવાળા જે વિભાગ છે, તેમને સ્કધદેશ કહે છે. સ્કન્ધામાં તે સ્કન્ધદેશ પણ અનંત હોય છે. સ્કન્ધ રૂપ પરિણામને ત્યાગ કર્યા વિના જ સ્કન્ધના જે નિવિભાગ ભાગો પડે છે, તેમને સ્કન્દપ્રદેશો કહે છે. સ્કન્ધત્વ પરિણામથી રહિત એવું જે કેવળ પરમાણુ રૂપ દ્રવ્ય હોય છે, તેને પરમાણુપુદ્ગલ કહે છે. “તે સમાસ પંવિદા
જીવાભિગમસૂત્ર
૧૧.