________________
જીવાભિગમ કે વિષયોં કી અવતરણિકા ૧ શંકા–“જે વસ્તુ કંટક શાખાના મર્દનની જેમ પ્રયોજનાદિથી રહિત હોય છે તેને પ્રારંભ કરવાને બુદ્ધિમાન માણસ પ્રવૃત્ત થતા નથી.” આ નિયમ અનુસાર આ છવાજીવા. ભિગમ સૂત્ર પણ જે પ્રયોજનાદિથી રહિત હોય, તે તેને પ્રારંભ કરવાનો પ્રયત્ન પણ અનુચિત જ ગણી શકાય, તેથી તેનું ઔચિત્ય પ્રકટ કરવાને માટે આપે સૌથી પહેલાં પ્રજનાદિનું કથન કરવું જોઈએ. એજ વાત નીચેના ક વડે પુષ્ટ કરવામાં આવી છે –“પેક્ષાવતાં પ્રવૃર્થ ઈત્યાદિ
ઉત્તર–શકાકારની આ શંકા ઉચિત જ છે, પરંતુ અહીં પ્રજનાદિનું કથન કરવામાં ન આવ્યું હોય, એવી વાત નથી એજ વાતનું સમર્થન કરતાં ટીકાકાર કહે છે કે–પ્રજનના બે ભેદ છે (૧) અનન્તર પ્રયોજન અને (૨) પરસ્પર પ્રયજન અનન્તર અને પરસ્પર પ્રજનના પણ નીચે પ્રમાણે બબ્બે ભેદ પડે છે-(૧) કોંગત અને (૨) શ્રોતૃગત. જો કે દ્રવ્યાર્થિક નયના મત પ્રમાણે વિચાર કરવામાં આવે તે કર્તગત પ્રજન સંભવી શકતું નથી, કારણ કે આ નયની માન્યતા અનુસાર આગમ નિત્ય છે અને આ નિત્યતાની સામે તેના કર્તાને અભાવ હોવાથી કતૃગતપ્રોજન સિદ્ધ થતું નથી કહ્યું પણ છે કે
"एयं दुवालसंग गणिपिटगं न कयावि नासी, न कयाधि न भवइ, न कयावि न भविस्सइ, धुवं णिच्चं सासयं"
તેને ભાવાર્થ એ છે કે-આ દ્વાદશાંગ ગણિપિટક પૂર્વકાળે ન હતું એવી કઈ વાત નથીપૂર્વકાળે પણ તે હતું વર્તમાન કાળે પણ તે છે અને ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ રહેવાનું જ છે, કારણ કે તે તે ધ્રુવ, નિત્ય અને શાશ્વત છે. આ પ્રકારે દ્રવ્યાર્થિક નયની માન્યતા પ્રમાણે ગણિપિટક રૂપ દ્વાદશાંગ આગમ-અને આ જીવાજીવાભિગમ રૂપ સૂત્ર ધ્રુવ, નિત્ય અને શાશ્વત હોવાથી કર્તાને અભાવવાળું સિદ્ધ થાય છે, અને તે કારણે તે કર્તગતપ્રયોજનથી રહિત થઈ જાય છે, પરંતુ પર્યાયાર્થિક નયની માન્યતા પ્રમાણે આગમમાં-ગણિપિટક રૂપ દ્વાદશાંગ અને જીવાજીવાભિગમ સૂત્રમાં અનિત્યતા પણ રહેલી છે, એકાન્તતઃ ધણતા નિયતા અને શાશ્વતતા નથી. આ પ્રકારે અનિયતા સ્વીકારવામાં આવે તો તેને કોઈ કર્તા પણ માનવો જ પડે આ પ્રકારે તેમાં કર્તગત પ્રોજન યુક્તતા પણ સિદ્ધ થઈ જાય છે,
તાત્વિક દષ્ટિએ વિચાર કરવામાં આવે તે આગમ સૂત્ર, અર્થ અને સૂત્રાર્થરૂપ હોય છે. અર્થની અપેક્ષાએ તેને નિત્ય માનવામાં આવે છે અને સૂત્રની અપેક્ષાએ અનિત્ય માનવામાં આવેલ છે. તેથી તેને અમુક દૃષ્ટિએ સકતૃક માનવામાં કોઈ વાંધો નથી. તેથી કર્તાનું અનન્તર પ્રયેાજન તે સાક્ષાત્ ભૂતાનુગ્રહરૂપ છે અને પરમ્પરા પ્રજન મેક્ષરૂપ છે.
જીવાભિગમસૂત્ર