________________
મંગલાચરણ જીવાભિગમસૂત્રને ગુજરાતી અનુવાદ પહેલી પ્રતિપત્તિ
મંગલાચરણ
વીર કળશ્ય માટેન' ઈત્યાદિ—૧-૨
(અદમ્) હું (માવેન) ભાવપૂર્વક (મ્) અન્તિમ તીથ કર મહાવીર પ્રભુને અને (વળનાચવામ) ગણધરાના નાયક (ગૌતમમ્) ગૌતમને (પ્રળમ્ય) પ્રણામ કરીને-વંદણા નમસ્કાર કરીને (યથામત્તિ) મારી મતિ અનુસાર (જૈન વાચમ્ પાાય) જિનેન્દ્ર દેવની વાણીને હૃદયંગમ કરીને (પ્રયત્તે) મા શાસ્ત્રનું વિવેચન કરવાના પ્રયત્ન કરી રહ્યો છું. (મુદ્ધોષને) આ શાસ્ત્રમાં પ્રતિપાદિત વિષયને સારી રીતે સમજી શકાય તે હેતુથી (ધારીૉલ્ટાહેન મુનિના) મારા દ્વારા-ઘાસીલાલ મુનિ દ્વારા-(કીમિામસૂત્રસ્ય પ્રમેયોતિન્દ્રા ટીજા) આ જીવાભિગમ સૂત્રની પ્રમેયદ્યોતિકા નામની ટીકાની (તન્યતે) રચના કરવામાં આવી છે. (અહી જીવ પદ વડે અજીવનું પણ ગ્રહણ થઈ જાય છે.)
આ સંસારના સઘળા જીવા રાગદ્વેષની પરિણતિ (વૃત્તિ)થી મલિન થયેલાં છે, અને તે કારણે તેઓ રાતદિન અસહ્ય શારીરિક અને માનસિક દુઃખોથી પીડાયા કરે છે. એવાં દુઃ ખાના નાશ કરવાને માટે તથા હેય અને ઉપાદેયનું જ્ઞાન મેળવવાને માટે તેમણે પ્રયત્ન કરવા જોઇએ. વિશિષ્ટ વિવેક વિના એવા પ્રયત્ન થઈ શકતે નથી; અને જેમણે અશેષ અતિશયાની પ્રાપ્તિ કરી લીધેલી છે એવા આપ્તના (સજ્ઞના) ઉપદેશ વિના વિશિષ્ટ વિવેકની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગદ્વેષ આદિ દોષોને સર્વથા નાશ ન થાય ત્યાં સુધી મનુષ્ય આપ્ત (સત્ત) થઈ શકતા નથી. રાગદ્વેષ આદિના આત્યન્તિક ક્ષય (સંદતર નાશ) તે અહત ભગવાનોને જ થયેલા હાય છે. તેથી અર્હદ્ગુચનાનુયાગનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. તેમાં સ્થાનાંગ નામનું જે ત્રીજું અંગ છે તેની ટીકા લખીને હવે તેના ઉપાંગ રૂપ આ જીવાભિગમ નામના ત્રીજા ઉપાંગનું, મંદ મતિવાળા જીવોને સારા એધ પ્રાપ્ત કરાવવાના ઉદ્ભદેશથી, વિવેચન કરી રહ્યો છુ.
રાગ રૂપ ઝેરને ઉતારવાને માટે આ ઉપાંગ સર્વોત્તમ મંત્ર સમાન છે, દ્વેષ રૂપ અગ્નિના દાહનું શમન કરવાને માટે આ ઉપાંગ શીતળ જળ સમાન છે, અજ્ઞાન રૂપી ગાઢ અધકારને દૂર કરવાને માટે તે સૂર્ય સમાન છે, અને સંસાર સમુદ્રને પાર કરવાને માટે તે ઉત્તમ સેતુ (પુલ) સમાન છે. જો કે મારી પહેલાં થઈ ગયેલાં ઘણાં આચાર્યાએ તેનું વિવેચન કરેલું છે, પરંતુ તેમના દ્વારા કરાયેલુ' વિવેચન એટલુ બધુ ગંભીર અને અલ્પ અક્ષરાવાળું —સંક્ષિપ્ત—છે કે મંદ મતિવાળા લેાકેા તેના અર્થ ખરાખર સમજી શકતા નથી એવા લોકો પણ તેના વાસ્તવિક અર્થ ખરાબર સમજી શકે એ હેતુથી પ્રેરાઇને હું તેનું નવીન વિવેચન કરવા તૈયાર થયા છે.
જીવાભિગમસૂત્ર
૧