________________ પ્રશરિતનો અર્થ:ગુજરાત પ્રાંતમાં વિરમગામ નામક એક નગર છે આ નગરની શેરીઓ અને દુકાનો શ્રાવકજનેના ભવ્ય મકાનેથી યુક્ત છે એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં છે મુનિઓની સાથે વૈશાખ માસમાં અહીં સંયમયાત્રાના નિર્વાહ માટે આવ્યા અહીં ના “શ્રીસંઘે આપશ્રીને અહીંજ બિરાજવાની વિનંતી કરી છે તે સમયમાં જ મેં ત્યાં રહીને રાજપ્રીય સૂત્રની આ સુધિની ટીકા સ પૂર્ણ કરી આ સમય વૈશાખ શુકલ અક્ષય તૃતીયા વિક્રમ સંવત 2013 ગુરૂવારને હવે અહીંને જૈન શ્રી સંધ શુદ્ધ સ્થાનકવાસી છે, ધર્મ પ્રત્યે એના હૃદયમાં ખૂબજ આદરભાવ છે આ શ્રી સંઘ” પ્રેમાળ છે તેમજ શુદ્ધ સ્થાનકવાસી ધર્મને દીપાવનાર છે એના હદય માં અત્યધિક દયાભાવ નિવાસ કરે છે શ્રાવક સંબ ધી આચારવિચારોથી એ જગતમાં પ્રસિદ્ધ છે જૈનધર્મ પ્રત્યે અધિકાધિક અનુરાગી હવા બદલ સમ્યકાવથી સુશોભિત છે ભુવનકનાથ-દેવાધિદેવ તીર્થકર પર અને તીર્થંકર પ્રતિપાદિત ઘર્મ પર શ્રદ્ધાશીલ શ્રાવક અને શ્રાવિકાઓ અહીં દરેકેદરેક ઘરમાં નિવાસ કરે છે આ સર્વનાં આચારવિચારો જૈન મર્યાદાનુરૂપ છે બીજાઓના માટે એઓ આ બાબતમાં સંપૂર્ણપણે અનુકરણીય છે એમને સ્વભાવ મૃદુ છે અહીંના શ્રાવકનું ચિત્ત ગુરૂની ઘર્મભક્તિમાં સદા પ્રેમયુકત બની રહે છેઆ બધા કારણોથી એ બઘા સમષ્ટિ છે " શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત રાજપ્રશ્નીયસૂત્રની સુધિની વ્યાખ્યા સમાપ્ત શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ 02 174