________________
शयनासननिक्षेपादाऽऽनसकमणेषु च ।
स्थानेषु चेष्टा नियमः कायगुप्तिस्तु सऽपरा ॥२॥ આ પ્રમાણે તે દૃઢપ્રતિજ્ઞ અનગાર આ પૂર્વોકત સમિતિઓના તથા ગુપ્તિઓનું પાલન કરશે. તેમજ તેઓ ગુપ્ત થશે. અશુભગ નિગ્રહરૂપ ગુપ્તિથી યુકત બનશે. ગુપ્ત બ્રહ્મચારી થશે, નવ વાટિકા દ્વારા મથુન વિરમણરૂપ બ્રહ્મની રક્ષા કરશે ઉત્તમ મમત્વરહિત થશે, તે અકિંચન હશે. ધર્મોપકરણોતિરિક્ત વસ્તુઓથી રહિત થશે. જે આત્માને કર્મની સાથે બાંધે છે તે ગ્રન્થ છે. આ ગ્રંથ દ્રવ્યગ્રંથ અને ભાવગ્રંથના રૂપમાં બે પ્રકારનું છે. હિરણ્ય-સુવર્ણ વગેરે બાહ્ય ગ્રંથ છે અને મિથ્યાત્વ વગેરે ભાવગ્રંથ છે. આ બંને પ્રકારના ગ્રંથેથી તે રહિત થશે. જેમને સંસારપ્રવાહ નાશ પામ્યા છે એવા તેઓ થશે. નિરૂપલેપ થશે. કર્મબંધનના હેતુરૂપ રાગાદિક ઉપલેપથી તેઓ રહિત થશે.એજ વાતને સૂત્રકાર દષ્ટાંત દ્વારા પુષ્ટ કરે છે કે શાંશુપત્રિી મુખ્તાય” કાંસાના પાત્રમાં પડેલું પાણી જેમ તેમાં લિપ્ત થતું નથી. તેમજ સંસાર બંધન હિત રાગદ્વેષમાં તેઓ ઉપલિત થતા નથી શંખની જેમ તેઓ નિરંજન થશે. જેમ શંખમાં કાજલ વગેરે દ્રવ્ય સ્થિર થતાં નથી. તેમજ તેઓમાં રાગ દ્વેષાદિક સ્થિર થશે નહિ. જીવની જેમ તેઓ અપ્રતિહત ગતિવાળા થશે. જીવ જેમ પિતાની અવ્યાહત ગતિ દ્વારા સર્વત્ર ગતિશીલ હોય છે, તેમજ દેશનગરાદિકમાં અપ્રતિબંધ વિહારી હોવાથી અને વાદાદિકમાં કુતીર્થિકમત નિરાકરણમાં સામર્થ્યયુક્ત હોવાથી તેઓ અખલિત ગતિવાળા થશે. તેઓ જાચકનકની જેમ થશે. જેમ જાત્ય કનક–શ્રેષ્ઠ સુવર્ણ નિર્મળ હોય છે, તેમ તેઓ તપ સંયમ વગેરેથી સમુત્પન્ન નિર્મલતાયુક્ત થશે આદર્શ—દર્પણ જેમ સ્વપ્રતિબિંબિત મુખાદિ અવયવે તે યથાવસ્થિત પ્રકટ કરે છે તેમ તેઓશ્રીની ધર્મદેશનાથી મનુષ્યચિત્તરૂપ દર્પણમાં જીવાજીવાદિ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૬૯