________________
પાષાણ ખંડની જેમ અથવા તો સૃષ્ટની જેમ સુકુમારશાણ પર ઘસેલા પાષાણ ખંડની જેમ સુપ્રતિષ્ઠિત હતે સારી રીતે સ્થિત હતો. તિર્થક પતિત રૂપથી કુટિલ નહિ હતે. એથી તે મહેન્દ્રદેવજ બીજી ધ્વજાઓ કરતાં વિશિષ્ટ હતું. અતિશાયી હતા તેમજ બહુ સંખ્યક અને પ્રધાન પાંચવર્ણોની-કૃષ્ણનીલ, પીત, લોહિત અને શ્વેત વર્ણોની સહસ્ત્ર નાની નાની ઉર્ધ્વગત દવાઓથી પરિમંડિત હતે. એથી જ આ મહેન્દ્રવજ અભિરામ હતું તેમજ વાતાધૂત-પવનથી લહેરાતી વિજય વિજયંતી રૂપ પતાકાથી અને સામાન્ય પતાકાઓથી, અને સામાન્ય છત્ર કરતાં પણ અતિશાયી એવા છત્રોથી યુક્ત હતું અને આકાશને પિતાની ઉંચાઈથી સ્પર્શી રહ્યો હતે. એની ઉંચાઈ એક હજાર જન જેટલી હતી. એથી જ તે મહેન્દ્રધ્વજ ખૂબ જ વિશાળ હતું. આ મહેન્દ્રધ્વજની આગળ પાંચ અનીકાધિપતિઓ ચાલ્યા. એ પાંચે અનીકાધિપતિએ સુરૂપનેપથ્યપરિકક્ષિત હતા એટલે કે સુંદર પહેરવેશ તેમણે ધારણ કરેલો હતો. એ “સુરને પરિક્ષિત પદ પંચ અનીકાધિપતિ શબ્દનું વિશેષણ છે. એ પાંચે અનિકાધિપતિઓ સુસજજ હતા. પોત પોતાની સામગ્રીથી સજજ થઈને ચાલી રહ્યા હતા. અને સમસ્ત આભૂષણથી ભિત હતા. ઘણા યેધાઓના સમૂહથી એઓ વીંટળાયેલા હતા. અહીં “ggવર' આ શબ્દ દેશીય શબ્દ છે અને આને અર્થ સમૂહ છે. એમની આગળ ઘણું અભિયોગિક દેવ દેવીઓ પોત પોતાના આકારોથી, પિત પિતાનાં ભેદોથી, પોત પોતાનાં પરિવાર સમૂહથી પોત પોતાના ઉપકણેથી અને પોત પોતાના પહેરવેશોથી સુસજજ થઈને ચાલી રહ્યાં હતાં. એમના પછી ઘણુ સૂર્યાભવિમાન વાસી દેવ દેવીઓ એ સર્વે તે સમયે પોત પોતાની સર્વદ્ધિથી, સર્વદ્યુતિથી, સર્વ બળથી, સર્વ સમુદયથી, સવ આદરથી, સર્વ વિભૂતિથી, સર્વ વિભૂષાથી સર્વ સંભ્રમથી, સર્વ પુષ્પ માલાઓથી અને અલંકારોથી, સર્વ ત્રુટિના શબ્દ સંનિનાદ (ધ્વનિ)થી, મહતી ઋદ્ધિથી, મહતી યુતિથી મહા બળથી મહા સમુદાયથી ચાલી રહ્યા હતાં. અહિ આ પાઠ તેમજ “મતા વરવુરિત ચમ સમય પ્રવાહિતેન, સંવ, પાવ ઘટ–મેરી ગુર્જરી વસમુહી, દુ -મુરઝ નાવિત સુધિને પાઠ “યાવત્ ” પદથી સંગ્રહીત થયો છે. આ પદોની વ્યાખ્યા આઠમાં સૂત્રથી જાણી લેવી જોઈએ. એ સર્વે સૂર્યાભ દેવની આગળ પાછળ અને ચોમેર વટાળાઈને ચાલવા લાગ્યા. એ સૂ૦ ૨૫ છે
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૯૧