________________
વસ્થિત રીતે યથાસ્થાને ઊભા કરેલા હતા. તે થાંભલાઓ સાવ સાધારણ હતા નહીં પણ વિલક્ષણ તેમજ સુંદર સંસ્થાનથી યુક્ત હતા. વેડૂર્ય મણિઓથી તે બનાવવામાં આવેલા હતા અને નિર્મળ હતા. તે પ્રેક્ષાગૃહનો જે ભૂમિભાગ હતો. તે સરસ રીતે સુવિભાજિત હોતે જાત જાતના મણિએથી, સુવર્ષોથી તેમજ રત્નથી તે જડેલો હતો. (અથવા અનેક જાતના મણિએ જેમાં જડેલા છે એવો તે હતો.) વિશુદ્ધ હતું, એકદમ સમતલ હતું તેમજ ઈહામૃગ, વૃક. વૃષભ, બલીવઈ તુરગ, (ઘડા) નર-માણસ, મકર-મગર વિહગ-પક્ષી, વ્યાલક-સર્ષ-કિન્નર-વ્યંતર દેવવિશેષ, ગુરુ-હરણ, શરભ-આઠ પગવાળું મૃગ વિશેષ, ચમર-ચમરી ગાય, કુંજર-હાથી, વનની લતાઓ અને પદ્મલતા-કમલિની આ સર્વેની રચનાઓથી તે અભુત હતું, તે મંડપના બધાં સ્તબે કાંચન, સુવર્ણ અને રત્નોના બનેલા હતા. તેને અગ્રભાગ રૂ૫ શિખર ઘણી જાતના કૃણ, નીલ, રક્ત, પીત, શ્વેત રૂપ પાંચ વર્ણોવાળા ઘંટાઓ તેમજ પતકાઓથી સુશોભિત હતું. ચપળ હતું. તે ચોમેર કિરણેને વિખેરી રહ્યું હતું. છાણ વગેરેથી તેને ભૂમિ ભાગ લપેલ હતું. તેની ભીંતે ચૂનાના ધોળથી અલિપ્ત હતી તેથી તે અતીવ મનહર લાગતો હતે, ગશીર્ષ, હરિચંદન, અને રસમય રક્ત ચંદન આ બંનેના પંકથી યુક્ત થયેલા થાળાઓ ત્યાં લગાડવામાં આવ્યા હતા. હાથની પાંચે પાંચ આંગળીએ તે થાળાઓમાં સ્પષ્ટ પણે બહાર દેખાઈ આવતી હતી. શાળાઓના મધ્ય ભાગ હરિચંદન અને રસમય લાલચંદન લેપથી લિસ હતા. તેમાં ચંદન લિપ્ત કળશ મૂકેલા હતા. પ્રતિદ્વાર દેશમાં જે તે રણે હતા. તે ચંદન ચર્ચિત ઘડાઓથી સુશોભિત કરવામાં આવેલાં હતાં. તેમાં નીચે સુધી મેટી મોટી માળાઓ લટકાવવામાં આવી હતી. જે ઉપર સારી રીતે બાંધવામાં આવેલી હતી. આ માળાઓના તેણે જાતે ખરી પડેલાં પાંચ વર્ણનાં-એટલે કે કૃણ, નીલ, પીત, ૨ક્ત અને ત આ પાંચ વર્ણોનાં અચિત્ત-આદ્ર, સુગંધિત પુષ્પોની રચના વિશેષથી યુક્ત હતાં. આ પ્રેક્ષા મંડપમાં કાલા ગુરુ, પ્રવર, કુદુરુષ્ક, અને તુરુષ્ક આ સર્વે ધૂપ-વિશેષે કરવામાં આવ્યા હતાં. એમની સવિશેષ ગંધની ઉત્કર્ષ તાથી તે રમણીય બનેલો હતે. તે સર્વોત્કૃષ્ટ ગંધથી યુક્ત લેવા બદલ ગંધની
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧